• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

પંજાબ મુખ્યમંત્રી આવાસનો ઘેરાવ કરવા કોંગ્રેસનો પ્રયાસ

વિરોધ પ્રદર્શનને વિખેરવા માટે પોલીસે વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો

નવી દિલ્હી, તા.8: પંજાબ સરકાર સામે કોંગ્રેસે આજે ચંદીગઢમાં મોટું પ્રદર્શન કર્યું હતું. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમારિંદર સિંહ રાજા વાડિંગના નેતૃત્વમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાનનો ઘેરાવ કરવાં તરફ આગળ વધી રહ્યા હતા અને તેમને રોકવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો અને અંતે તેમને કોંગ્રેસ ભવન પાસે જ રોકી દેવામાં આવ્યા હતાં.

આ પ્રદર્શન પંજાબ સરકારની નીતિઓના વિરોધમાં યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો સવારથી જ ચંદીગઢમાં એકત્ર થવા લાગ્યા હતા. પ્રદર્શનકારીઓનો મુખ્ય ઉદ્દેશ મુખ્યમંત્રીના નિવાસસ્થાન સુધી પહોંચવાનો હતો. તેઓએ મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરફ કૂચ શરૂ કરી ત્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે ઘર્ષણ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ હતી. પોલીસે પ્રદર્શનકારીઓને આગળ વધતા રોકવા માટે પહેલાં ચેતવણી આપી હતી. ચેતવણી છતાં પ્રદર્શનકારીઓ આગળ વધતા રહ્યા અને પોલીસનું બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. વોટર કેનનમાંથી છોડવામાં આવેલા પાણીના તેજ પ્રવાહથી પ્રદર્શનકારીઓને વિખેરી નાખવામાં આવ્યા હતા. પોલીસે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમારિંદર સિંહ રાજા વાડિંગ સહિત અનેક મુખ્ય નેતાઓને આગળ વધતા રોકી દીધા હતા. તેમને કોંગ્રેસ ભવન પાસે જ રોકી રાખવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાન સુધી પહોંચી શક્યા નહોતા. પ્રદર્શનકારીઓને રોકવા માટે ચંદીગઢ પોલીસે વ્યાપક વ્યવસ્થા કરી હતી. ટોળું મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરફ આગળ વધ્યું ત્યારે પોલીસે તેમને રોકવા માટે કાર્યવાહી કરી હતી.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક