• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

અમૃતસર એરપોર્ટે દેખાયા સંદિગ્ધ ડ્રોન ઃ સાત ફ્લાઇટ ડાયવર્ટ

અમૃતસર, તા. 7 પંજાબમાં અમૃતસરના શ્રી ગુરૂ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનાં ઓપરેશન એરિયામાં રવિવારે રાત્રે 10 વાગ્યે ડ્રોન જોવા મળતા હડકંપ મચ્યો હતો. અહેવાલ અનુસાર કુલ બેથી ચાર ડ્રોન જોવા મળ્યા હતા. જેનાથી સુરક્ષા એજન્સીઓ સાબદી બની હતી. અમૃતસર એરપોર્ટના રનવેની આસપાસ સંદિગ્ધ ગતિવિધિ ધ્યાને આવતા એર ટ્રાફિક કન્ટ્રોલે એલર્ટ જાહેર કર્યું હતું અને અમૃત આવતી સાત ફલાઇટને ચંડીગઢ અને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી.

સત્તાવાર રીતે અમૃતસર એરપોર્ટ પ્રશાસન દ્વારા જાણકારી આપવામાં આવી નહોતી કે સંદિગ્ધ વસ્તુઓ ડ્રોન હતી કે નહી. અહેવાલ અનુસાર સંદિગ્ધ ડ્રોન રુડાલા ગામ તરફથી એરપોર્ટ બાજુ આવતી જોવા મળી હતી.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક