• બુધવાર, 09 સપ્ટેમ્બર, 2026

દુષ્કર્મ કેસમાં આસારામની હંગામી જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

સ્વાસ્થ્યનું કારણ આપીને 20 દિવસના હંગામી જામીન આપવા અરજી કરાઈ હતી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.8: ગુજરાતમાં 20213માં બળાત્કારના કેસમાં આજીવન જેલની સજા ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. આસુમલ ઉર્ફે આસારામ દ્વારા કરાયેલી હંગામી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે આસારામની હંગામી જામીન અરજી ફગાવી દીધી છે. મેડિકલ ગ્રાઉન્ડના આધારે હંગામી જામીન માંગવામાં આવ્યા હતા જો કે હાઈકોર્ટે આ અરજી ફગાવી દેતા આસારામને જેલમાં જ રહેવું પડશે. 

જસ્ટિસ ગીતા ગોપી અને વાય એલ. પીરઝાદાની ખંડપીઠે આ કેસની સુનાવણી દરમિયાન ટકોર કરતા કહ્યું કે, હાલમાં જામીન અરજી પર વિચાર કરવા માટેનો કોઈ આધાર નથી. સાથે જ સુપ્રીમ કોર્ટના એ હુકમનો ઉલ્લેખ કરી હાઈકોર્ટે જણાવ્યું કે, જો આસારામની તબિયત બગડે છે તો તે ફરીથી સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. આસારામ પક્ષે હાજર વરિષ્ઠ વકીલે ગુજરાત હાઈકોર્ટમાં અગાઉ રાજસ્થાનના રેપ કેસમાં જોધપુર કોર્ટે આસારામને 20 દિવસના પેરોલ મંજૂર કર્યા હતા તેનો આધાર રજૂ કર્યો હતો. જો કે સરકારી પક્ષે હાજર વકીલ હાર્દિક દવે દ્વારા તેનો વિરોધ

કરાયો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક