ફેસબૂક પર લોભામણી જાહેરાત પર વિશ્વાસ કરતા મહેસાણાના ખેડૂતે ઘરના નાણા ગુમાવ્યા
(અમારા પ્રતિનિધિ
તરફથી)
અમદાવાદ, તા.7ઃ
ફેસબુક પર
786 નંબરની ચલણી
નોટોના બદલામાં
રૂ.66 લાખ
મેળવવાની લાલચે
મહેસાણાના ખેડૂત
પાસેથી જીએસટી
ટેક્સ અને
અન્ય રકમના
નામે રૂ.
17 લાખ સાયબર
ઠગે પડાવી
લઈ છેતરાપિંડી
આચરી હતી.
આ અંગે
બહુચરાજી પોલીસ
મથકમાં ફરિયાદ
નોંધવામાં આવી
છે.
મહેસાણા જિલ્લાના
રહેવાસી અને
મૂળ કડીના
આંબલિયારા ગામના
વતની રઈજીભાઈ
ચુંથાજી રણછોડજી
ઠાકોર (ઉં.55)
ખેતીકામ કરે
છે. તેમણે
ફેસબુક પર
એક એડ
જોઈ હતી.
ફરિયાદી ખેડૂતે
ફેસબુકમાં સારિકા
ગુપ્તા નામની
આઈડી પર
આ એડ
હોય તેમણે
તેમાં આપેલા
મોબાઈલ નંબર
પર સંપર્ક
કરતા રઈજી
ઠાકોર પાસે
રૂ.500ના
દરની બે
તથા રૂ.100ના
દરની એક
નોટ હતી.
જેમાં 786 નંબર
હતો.
આ નોટ
બદલ તેમને
ઘરે બેઠા
રૂ.66 લાખ
આપવાનું ઠગબાજે
જણાવ્યું હતું.
બાદમાં વોટ્સએપ
પર ઠગે
એક બારકોડ
સ્કેનર મોકલ્યું
હતું. જેના
પર રૂ.
750 રજીસ્ટ્રેશન પેટે
મોકલી આપવા
જણાવ્યું હતું.
બાદમાં ખેડૂતે
તેમના સંબંધી
અવલસંગ ઠાકોરના
મોબાઈલ પરથી
આપેલા સ્કેનર
પર કોઈ
વિકાસ મંડલોઈ
નામના શખસને
નાણાં ટ્રાન્સફર
કર્યા હતા.
બાદમાં કટકે
કટકે રૂ.17
લાખની રકમ
પડાવી લીધી
હતી. ફરિયાદીએ
કંટાળી નાણાં
પરત માંયા
હતા. જે
પરતન
કરતા રાણા
પ્રતાપાસિંહ ઓલ્ડ
કોઈન કંપનીના
નામે અજાણ્યા
શખસોએ રૂ.17,01,900ની
ઓનલાઈન ઠગાઈ
આચરતા ખેડૂતે
છેતરાપિંડીની ફરિયાદ
નોંધાવી હતી.