• રવિવાર, 19 જુલાઈ, 2026

એનસીપીના બે જૂથને ભાજપની ઓફર

સીમાંકન જેવા ખરડા માટે બહુમત સાધવાની રણનીતિ; કેન્દ્રમાં બે મંત્રીપદનીયે તૈયારી

મુંબઈ, તા. 18 : કેન્દ્ર સરકાર સંસદમાં મહિલા અનામત અને સીમાંકનના બંધારણીય સુધારા વિધેયક લાવવા માગે છે. આ ખરડા પસાર કરવા માટે ગૃહમાં બેતૃતીયાંશ બહુમત જરૂરી છે, ત્યારે સત્તારૂઢ એનડીએ જોડાણે મહારાષ્ટ્રમાં એનસીપીના બે જૂથને જોડાઈ જવાની ઓફર  કરી છે. ભાજપે એવી દરખાસ્ત આપી છે કે, સુનેત્રા પવાર અને શરદ પવારનાં બે જૂથ આપસમાં વિલય કરીને એનડીએ સાથે જોડાઈ શકે છે.

એવું પણ જાણવા મળે છે કે, ભાજપે એનસીપીનાં બન્ને જૂથ વચ્ચે સત્તા સંતુલન બનાવવા કેન્દ્રીય પ્રધાન મંડળમાં બે પદ આપવાની ઓફર આપી છે.  એનસીપી જોડાઈને એનડીએમાં સામેલ થઈ જાય તો મોદી સરકાર સંસદમાં બેતૃતીયાંશ બહુમતની વધુ નજીક આવી જશે, જે સીમાંકન સુધારા જેવા વિધેયકો પસાર કરાવવા બેહદ જરૂરી છે. જો કે, બહુમત સાધવા માટે ભાજપ અને એનડીએની આ રણનીતિ પાર પડવા સામે એનસીપી જૂથોમાં આંતરિક મતભેદ વિઘ્ન સર્જતા દેખાય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક