આદેશનાં ઉલ્લંઘનનાં આરોપ સાથે અવમાનનાની કાર્યવાહી માગતી અરજીઓ ઉપર હાઈકોર્ટોને નિર્ણય કરવાં નિર્દેશ
નવી
દિલ્હી, તા.17: સમગ્ર દેશમાં બુલડોઝરથી અવૈધ સંપત્તિઓ ધ્વસ્ત કરવાનાં દિશાનિર્દેશ નિર્ધારિત
કરતાં નવેમ્બર 2024નાં પોતાનાં આદેશનાં કથિત ઉલ્લંઘન મુદ્દે દાખલ થયેલી અવમાનનાની અરજીઓ
ઉપર સુપ્રીમ કોર્ટે દેશની હાઈકોર્ટોને કહ્યું હતું કે, તે આનાં ઉપર નિર્ણય કરે. આ સાથે
જ અદાલતે કહ્યું હતું કે, બુલડોઝર કાર્યવાહી ઉપર સંપૂર્ણપણે રોક નથી.
તા.13
નવેમ્બર 2024નાં ફેંસલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પહેલાથી કારણદર્શક નોટિસ
જારી કર્યા વિના કોઈ મિલકતનું ડિમોલીશન કરવું જોઈએ નહીં અને પ્રભાવિત લોકોને જવાબ આપવા
કમસેકમ 1પ દિવસનો સમય આપવો જોઈએ. આ સાથે જ અદાલતે અન્ય કેટલાક નિર્દેશ પણ આપ્યા હતાં.