• શનિવાર, 18 જુલાઈ, 2026

રેલવેને બદલવી પડશે ભાષા : સેકન્ડ ક્લાસ શબ્દપ્રયોગ સામે સુપ્રીમ વાંધો

વર્ગભેદી શબ્દમાં બંધારણની મૂળ ભાવનાનું ઉલ્લંઘન : સુપ્રીમ કોર્ટે કરેલું મહત્ત્વનું અવલોકન

નવી દિલ્હી, તા.17: વર્ગભેદની ભાવનાને જાણતા-અજાણતા જીવિત રાખતાં ભારતીય રેલવેનાં સેકન્ડ ક્લાસ પેસેન્જર એટલે કે દ્વિતીય શ્રેણીનાં યાત્રી શબ્દ પ્રયોગને બંધારણની મૂળભાવનાની ખિલાફ ગણાવીને આવા સંબોધન સામે સુપ્રીમ કોર્ટે સખત વાંધો વ્યક્ત કર્યો છે અને રેલવેને પોતાની આ ભાષા બદલવી પડશે. ભારતીય રેલવેમાં સુધારા અને મુસાફરોની સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ નિર્ણય આપતી વેળા આ અવલોકન કર્યુ હતું. તેથી શ્રેણીનો ઉલ્લેખ મુસાફરના બદલે કોચ અથવા ડબ્બાના સંદર્ભમાં કરવો વધુ યોગ્ય રહેશે.

જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં વર્ગભેદની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લેતાં કોઈ વ્યક્તિને આ રીતે સંબોધવું બંધારણની મૂળ ભાવનાના વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે મુસાફરની શ્રેણી તેણે કેટલો ખર્ચ કર્યો છે તેના આધારે નહીં, પરંતુ તે જે કોચમાં મુસાફરી કરી રહ્યો છે તેના આધારે નક્કી થવી જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક