નવી દિલ્હી, તા.17: મહિલા હોકી વિશ્વ કપની ભારતીય ટીમ આજે જાહેર થઇ છે. 20 ખેલાડીની ટીમની કમાન ફરી સલીમા ટેટે સંભાળશે. અનુભવી અને યુવા ખેલાડીઓથી મિશ્રિત સંતુલિત ભારતીય ટીમ ઓગસ્ટમાં નેધરલેન્ડ અને બેલ્જિયમમાં રમાનાર મહિલા હોકી વિશ્વ કપમાં પોડિયમ પર પહોંચવાના લક્ષ્ય સાથે ઉતરશે. ભારતીય મહિલા ટીમ તેના અભિયાનની શરૂઆત 16 ઓગસ્ટે ચીની વિરુદ્ધ મેદાનમાં ઉતરીને કરશે. આ પછી 18મી દ. આફ્રિકા અને 20મીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ લીગ રાઉન્ડના મેચ રમશે.
ભારતીય
મહિલા હોકી ટીમ: સવિતા પૂનિયા અને બિચૂ દેવી (બન્ને ગોલકીપર), ઇશિકા ચૌધરી, સુશીલા
ચાનૂ, પુખરામબમ, લાલથંતલુંગી, જ્યોતિ, શિલ્પી ડબાસ, નિક્કી પ્રધાન, સાક્ષી રાણા, સુનેલિતા
ટોપ્પો, સલીમા ટેટે (કેપ્ટન), નેહા, દીપિકા સોરેંગ, લાલરેમસિયામી, ઋતુજા દાદાસો, નવનીત
કૌર, દીપિકાકુમારી, ઇશિકા, બલજીત કૌર અને બ્યૂટી ડુંગડુંગ.