• સોમવાર, 13 એપ્રિલ, 2026

દિગ્ગજ ગાયિકા આશા ભોસલેને હાર્ટ એટેક

મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવ્યા : ચાહકો દ્વારા જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થનાઓ

મુંબઈ, તા. 11 : દિગ્ગજ સિંગર આશા ભોસલેને હૃદય રોગનો હુમલો આવતા તાકીદે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં શનિવારે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે ઈમર્જન્સી મેડિકલ સર્વિસ યુનિટમાં તેઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. શરૂઆતી સમયમાં આશા ભોસલેના પરિવાર કે હોસ્પિટલ તરફથી કોઈપણ સત્તાવાર અહેવાલ સામે આવ્યા નહોતા. જો કે મીડિયામાં અહેવાલો સામે આવતાની સાથે જ તેમના ચાહકો દ્વારા આશા ભોસલે જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થનાઓ શરૂ થઈ હતી.

આશા ભોસલેને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા અને તબીબોની એક પૂરી ટીમ દ્વારા તેમના સ્વાસ્થ્ય ઉપર સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. આશા ભોસલેનો જન્મ મ્યૂઝિક ફેમિલીમાં જ થયો છે. પિતાના નિધન બાદ આશા ભોસલેએ સિંગિંગ શરૂ કર્યું હતું. આશા ભોસલેનું પહેલું ગિત ચલા ચલા નાવ બાલા છે જે ફિલ્મ માઝા બલથી હતું. તેમણે હિંદી ફિલ્મોમાં સાવન આયા ગીતથી ડેબ્યુ કર્યું હતું. બાદમાં તેઓએ ઘણા બધા હિટ સોંગ બોલીવૂડને આપ્યા છે. તેઓ પોતાની કારકિર્દીમાં 12,000થી વધારે ગીત ગાય ચૂક્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક