- નોટિસની પ્રક્રિયામાં લાંબો સમય લાગતા ઉભી થતી હતી મુશ્કેલી : એફઆઇઆર દ્વારા કાનૂની કાર્યવાહી સુનિશ્ચિત થવાનો દાવો
નવી દિલ્હી, તા. 11 : ભારતીય
ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતનાના ઉલ્લંઘન સંબંધિત દશકો જૂના નિયમોમાં મોટો બદલાવ કર્યો
છે. નવા નિયમો હેઠળ હવે ચૂંટણી પંચ આચાર સંહિતાનાં ઉલ્લંઘન માટે નોટિસ આપવાની જગ્યાએ
સીધી એફઆઇઆર કરાવી રહ્યું છે.
હકીકતમાં મુખ્ય ચૂંટણી કમિશનર
જ્ઞાનેશ કુમારનાં નેતૃત્વમાં લેવામાં આવેલો નિર્ણય ચૂંટણી પ્રક્રિયાને ઝડપી બનાવવા
અને કાનૂની સખતી વધારવાના હેતુથી લેવામાં આવ્યો છે કારણ કે ચૂંટણી ઓછા તબક્કામાં અને
ઓછા સમયમાં પૂરી થતી હોવાથી નોટિસ આપવી અને તેનો જવાબ લઈને કાર્યવાહી કરવાની પ્રક્રિયાને
સીમિત સમયમાં પૂરી કરવી મુશ્કેલ બનતી હતી.
ચૂંટણી પંચ અનુસાર નોટિસ અને
ચેતવણી જેવાં પગલાં બેઅસર સાબિત થાય છે જ્યારે એફઆઇઆરનાં માધ્યમથી લોક પ્રતિનિધિત્વ
અધિનિયમ હેઠળ અપરાધીઓ સામે સીધી કાનૂની કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાય છે. આ વખતે સાતમી
એપ્રિલે આસામમાં ચૂંટણી રેલી દરમિયાન ખડગે દ્વારા કરવામાં આવેલી સાંપ્રદાયિક ચૂંટણી
અને પવન ખેડા દ્વારા હિમંતા સામેના આરોપો મામલે કોઈ નોટિસ મળી નહોતી અને સીધી એફઆઇઆર
થઈ હતી.