• શનિવાર, 11 એપ્રિલ, 2026

આયુષ શેટ્ટી વધુ એક અપસેટ સર્જી એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપના સેમિ ફાઇનલમાં

નિંગબો (ચીન) તા.10: ભારતનો યુવા શટલર આયુષ શેટ્ટી વધુ એક મેજર અપસેટ સર્જીને એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપના મેન્સ સિંગલ્સના સેમિ ફાઇનલમાં પ્રવેશ્યો છે. 2પમા વિશ્વ ક્રમાંકિત આયુષ શેટ્ટી કવાર્ટર ફાઇનલમાં ચોથા નંબરના ખેલાડી ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટી વિરૂધ્ધ 23-21 અને 21-17થી સનસનીખેજ વિજય હાંસલ કર્યોં હતો. જોનાથન ક્રિસ્ટી એશિયન ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપનો ગોલ્ડ મેડલિસ્ટ ખેલાડી છે. આયુષ શેટ્ટીએ પહેલા રાઉન્ડમાં વિશ્વના સાતમા ક્રમની ચીની ખેલાડીને હાર આપી હતી. સેમિ ફાઇનલમાં આયુષ શેટ્ટીની ટકકર થાઇલેન્ડના કે. વિર્તિસાન વિરૂધ્ધ થશે. જે વિશ્વ નંબર વન ખેલાડી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક