રાષ્ટ્રપતિને પત્ર લખીને તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું અને દુ:ખ પ્રગટ કર્યું
નવી દિલ્હી, તા.10: ઘરમાંથી રોકડ
મળી આવવાનાં વિવાદમાં ફસાયેલા અલ્હાબાદ હાઈકોર્ટનાં જસ્ટિસ યશવંત વર્માએ આખરે રાજીનામું
આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ વર્માનાં
આવાસમાં આગ લાગ્યા બાદ સળગેલી રોકડ મળી આવી હતી. આ વિવાદ બાદ તેમની દિલ્હી હાઈકોર્ટમાંથી
અલ્હાબાદમાં બદલી કરી નાખવામાં આવી હતી.
જસ્ટિસ વર્માએ હવે રાષ્ટ્રપતિને
લખેલા રાજીનામા પત્રમાં કહ્યું છે કે, તેઓ એ કારણોનાં મૂળમાં નથી જવા માગતા જેનાં હિસાબે
તેઓ આ પત્ર લખવા મજબૂર થયા છે. ખુબ જ દુ:ખ સાથે હું અલ્હાબાદ હાઈકોર્ટનાં જજ પદેથી
તાત્કાલિ પ્રભાવથી રાજીનામુ આપું છે. આ પદની સેવા કરવી મારા માટે સન્માનની વાત કરી
છે.