• સોમવાર, 13 એપ્રિલ, 2026

સરકારે ડીઝલ અને જેટ ફ્યૂલ ઉપર વધારી એક્સપોર્ટ ડયૂટી

ડીઝલમાં 21.5 રૂપિયાથી વધારીને ચાર્જ 55.5 રૂપિયા પ્રતિલિટર થયો : ઘરેલુ જરૂરિયાતને ધ્યાને રાખીને નિર્ણય

નવી દિલ્હી, તા. 11 : સરકારે પેટ્રોલ-ડીઝલ અને જેટ ફયૂલ અંગે એક મોટો નિર્ણય કર્યો છે. શનિવારે ડીઝલ ઉપર એક્સપોર્ટ ડયૂટીને બમણીથી વધારે કરતા 21.5 રૂપિયા પ્રતિલિટરથી વધારીને 55.5 રૂપિયા પ્રતિલિટર કરી છે. જ્યારે જેટ ફયૂલ ઉપર એક્સપોર્ટ ચાર્જને 29.5 રૂપિયા પ્રતિલિટરથી વધારીને 45 રૂપિયા પ્રતિલિટર કરવામાં આવ્યો છે. પેટ્રોલ ઉપર આ ચાર્જને પહેલાની જેમ શૂન્ય રાખવામાં આવ્યો છે.

માનવામાં આવે છે કે સરકાર ઘરેલુ કિંમત ઉપર મોંઘવારીનો ભાર આપવા માગતી નથી. જેનાં કારણે એક્સપોર્ટ ડયુટીમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી ઘરેલુ સ્તરે પેટ્રોલ-ડીઝલ અને જેટ ફ્યૂલની ઉપલબ્ધતા યથાવત્ રહે. જો કે આ નિર્ણયથી બીજા દેશમાં રિફાઇન ડીઝલ અને જેટ ફ્યૂલ સપ્લાય કરતી ઓઇલ કંપનીના કારોબાર ઉપર અસર થઈ શકે છે .

સરકારે પેટ્રોલ ઉપર એક્સપોર્ટ ડયૂટીમાં કોઈ બદલાવ કર્યો નથી. જેનો અર્થ એવો થાય છે કે રિફાઇન કંપનીઓ પાસે અથવા ઘરેલુ સ્તરે પેટ્રોલનો ભરપૂર સ્ટોક છે. જે દેશ માટે પર્યાપ્ત છે. સાથે જ બાકી દેશોને નિકાસ પણ કરી શકે છે. ડીઝલ અને જેટ ફ્યૂલ ઉપર એક્સપોર્ટ ડયૂટી વધારવાનો નિર્ણય સરકારનો ઘરેલુ ઊર્જા સુરક્ષિત કરવાનો રણનીતિક હિસ્સો છે.

ઇ-પેપરના નવા શુલ્ક