ઈરાનનાં સુપ્રીમ લીડરનાં ચહેરા ઉપર ઈજાનાં નિશાન, પગ પણ કપાઈ ગયો હોવાનાં અહેવાલ
નવી દિલ્હી, તા.11: અમેરિકા અને
ઈઝરાયલે 28 ફેબ્રુઆરી 2026નાં રોજ કરેલા ઘાતક હવાઈ હુમલામાં ઈરાનનાં સર્વોચ્ચ નેતા
અયાતુલ્લાહ અલી ખામેનીનું મૃત્યુ નીપજ્યું હતું. આ હુમલામાં તેમનાં પુત્ર અને વર્તમાન
સર્વોચ્ચ નેતા મુઝતબા ખામેની પણ ગંભીર રીતે ઘવાયા હતાં. જો કે તેને કોઈ પુષ્ટિ મળી
રહી નહોતી. હવે મુઝતબા ખામેનીનાં આવાસનાં આંતરિક સૂત્રોનાં હવાલેથી આંતરરાષ્ટ્રીય મીડિયામાં
અહેવાલો આવી રહ્યાં છે કે, મુઝતબાનાં ચહેરા ઉપર આ હુમલામાં ઈજાઓ થઈ હતી અને તેમનાં
પગમાં પણ ગંભીર ઈજાઓ હતી. જેનાં કારણે તેમનો પગ કપાઈ પણ ગયો છે.
અમેરિકાનાં ગુપ્તચર અહેવાલ મુજબ
મુઝતબાએ પોતાનો એક પગ ગુમાવી દીધો છે. તેમનાં ચહેરા ઉપર પણ ઉંડી ઉજાઓ છે. આ કારણે જ
8 માર્ચે તેમની નિયુક્તિ બાદ પણ તેમની કોઈ તસ્વીર જાહેર કરવામાં નથી આવી. જો કે તેઓ
માનસિક રીતે સંપૂર્ણ સક્રિય છે. તેઓ વરિષ્ઠ અધિકારીઓ સાથે ઓડિયો કોન્ફરન્સનાં માધ્યમથી
બેઠકો કરે છે અને યુદ્ધ ઉપરાંત ઈસ્લામાબાદમાં ચાલતી શાંતિ મંત્રણા અંગે મહત્ત્વનાં
નિર્ણયો કરી રહ્યાં છે.