નવી દિલ્હી, તા. 11 : આઈપીએલનો 18મો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયો હતો. એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં સંજૂ સેમસને માત્ર 52 બોલમાં સદી ફટકારી હતી. જે સીઝનની પહેલી આઈપીએલ સદી બની છે અને સંજૂની કારકિર્દીની ચોથી સદી હતી. મુકાબલામાં ટોસ જીતીને દિલ્હીએ પહેલા બોલિંગ પસંદ કરી હતી. સીએસકેએ સંજૂના 115 અને મ્હાત્રેના 59 રનની મદદથી 212નો સ્કોર કર્યો હતો.
પહેલા
બેટિંગ કરવા ઉતરેલી સીએસકેની ઈનિંગની શરૂઆત સંજૂ સેમસન અને ઋતુરાજ ગાયકવાડે કરી હતી.
મેચમાં સંજૂ અલગ જ લયમાં જોવા મળ્યો હતો. તેણે
પહેલા જ બોલથી આક્રમણ કર્યું હતું. આ દરમિયાન 62ના કુલ સ્કોરે ઋતુરાજની વિકેટ
પડી હતી. તેણે માત્ર 15 રન કર્યા હતા. જો કે સંજૂએ મોરચો સંભાળી રાખ્યો હતો અને તોફાની
અર્ધસદી કરી હતી. બાદમાં આયુષ મ્હાત્રેએ સંજૂનો સાથ આપ્યો હતો. સંજૂ અને મ્હાત્રે વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. સંજૂએ માત્ર 52 બોલમાં
વર્તમાન સીઝનની પહેલી સદી કરી હતી. જ્યારે મ્હાત્રેએ ફિફ્ટી કરી હતી અને રિટાયર્ડ આઉટ
થયો હતો. સંજૂ સેમસન અંતિમ બોલ સુધી ટક્યો હતો અને 56 બોલમાં 115 રનની નોટઆઉટ ઈનિંગ
રમી હતી. ઈનિંગમાં સંજૂએ 15 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. જેના દમ ઉપર સીએસકેએ
20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 212 રન કર્યા હતા.