• સોમવાર, 13 એપ્રિલ, 2026

ગોંડલના જામવાડી GIDCમાંથી 2 કિલો ગાંજા સાથે પેડલર ઝડપાયો

ગોંડલ, તા.11 : ગોંડલના જામવાડી જીઆઇડીસી વિસ્તારમાંથી આસીફ ઉર્ફે ભત્રીજો હાજીભાઇ ઠેબા નામના શખ્સને 2 કિલો અને 06 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયો છે. રાજકોટ રેન્જ આઇ.જી. નિર્લિપ્ત રાય અને એસપી વિજયાસિંહ ગુર્જરની સૂચનાથી નાઇટ પેટ્રાલિંગમાં રહેલી એસઓજી ટીમે બાતમીના આધારે નાયરા પેટ્રોલ પંપ પાસે એક્ટિવા રોકી તલાશી લેતા ડેકીમાંથી નશાકારક જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ગાંજો, એક્ટિવા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂા. 1,61,950નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે પકડાયેલો આરોપી આસીફ અગાઉ 2019માં પણ દારૂના ગુનામાં સંડોવાયેલો હતો. તેની પ્રાથમિક પૂછપરછમાં આ ગાંજાના જથ્થાના સપ્લાયર તરીકે ગોંડલના ભોજરાજપરા વિસ્તારના જયરાજ જુવાનસંગ ચૌહાણનું નામ ખૂલતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. એસઓજી પી.આઇ. એફ.એ. પારઘી અને તેમની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડયું હતું.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક