વોશિંગ્ટન,
તા. 18 : અમેરિકી રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે
કે તેઓ આગામી અઠવાડીયે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. ડોનાલ્ડ ટ્રમ્પે મિશિનગના
ફિલંટમાં ચૂંટણી અભિયાન કાર્યક્રમમાં બેઠકની ઘોષણા કરી હતી. આ બેઠકમાં તેઓ ભારત સાથે
અમેરિકી વ્યાપાર સંબંધો અંગે વાતચીત કરી રહ્યા હતા. જો કે આ મુલાકાત ક્યાં થશે તે અંગે
જાણકારી મળી નથી. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 21થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે
રહેશે.