• શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026

ગોંડલના મેળામાં વેપારીની હત્યા

 - ભાવ તાલની બબાલ બાદ ફ્રેમના સ્ટોલ ચાલક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, પિતરાઈ ભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પાંચેય શખસ ઝડપાયા

 

ગોંડલ, તા.10ઃગોંડલ શહેરમાં વછેરાના વાડામાં ચાલી રહેલા આઇકોનિક લોકમેળામાં એક ગંભીર ઘટના સામે આવી છે. મેળામાં ફોટોફ્રેમ અને ભગવાનની છબીઓ વેચીને ગુજરાન ચલાવતા મધ્યપ્રદેશના એક યુવાનની સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. દુઃખદ બનાવથી મેળામાં નાશભાગ મચી ગઈ હતી અને સમગ્ર શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. ગત રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં વોરાકોટડા રોડ પર રહેતો રાહુલ રાજુભાઈ ડોડિયા અને તેના અન્ય ચાર સાથીઓ સ્ટોલ પર આવ્યા હતા અને છબીઓ ખરીદી હતી. ત્યારબાદ પૈસા આપ્યા વગર જવાની કોશિશ કરતા સ્ટોલ ચલાવતા યુવાને પૈસા માગતા બોલાચાલી અને ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા રાહુલે નેફામાંથી છરી કાઢીને હુમલો કરતા યુવાન લોહીલુહાણ થઈને ઢળી પડÎ હતો, જ્યારે વચ્ચે પડેલા તેના પિતરાઈ ભાઈને પણ ઇજાઓ પહોંચી હતી. બનાવમાં જીવ ગુમાવનાર યુવાન મૂળ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના સુડોર ગામનો વતની અને હાલ ગોંડલ મેળામાં વેપાર કરતો રમાશંકર કમલપ્રસાદ બર્મન (ઉં.. 25) હતો, જેને નવ મહિનાની એક પુત્રી છે ઝઘડા દરમિયાન વચ્ચે પડેલો તેનો પિતરાઈ ભાઈ વિશાલ શર્મા ઘાયલ થયો હતો.

બનાવ બાદ નાસી રહેલા મુખ્ય આરોપી રાહુલને બંદોબસ્તમાં રહેલા પીઆઈ જી.એસ. ગઢવી અને પીએસઆઈ સુરાણીએ દોટ મૂકીને ઝડપી લીધો હતો. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા રમાશંકરને શિવમ સાર્વજાનિક ટ્રસ્ટના જયભાઈ માધડે પોતાની એક્ટિવા પર સિવિલ હોસ્પિટલ પહોંચાડÎ હતા, જ્યાં સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી બનાવ હત્યામાં પલટાયો હતો.િજલ્લા પોલીસ અધિક્ષક વિજયાસિંહ ગુર્જર અને ડીવાયએસપી કે.જી. ઝાલા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી અન્ય સંડોવાયેલા આરોપીઓ સમીદ અકબર સુમરા, અલ્ફાક રફીક શેખ, નવાઝ ઇરફાન દોઢિયા તથા અસફાક મજીદ જુનેજાને વોરાકોટડા રોડ આવાસ ક્વાર્ટર અને હનુમાન ધાર પાસેથી રાત્રે દબોચી લીધા હતા. પૂછપરછમાં ફોટોફ્રેમના ભાવતાલ અને પૈસા બાબતે રકઝક થયા બાદ ઉશ્કેરાઈને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક