સુરેન્દ્રનગર, તા.7ઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક કટારિયા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ચકચાર મચી ગઈ હતી. પૂરપાટ ઝડપે જઈ રહેલી ખાનગી બસનું અચાનક ટાયર ફાટતાં ચાલકે સ્ટિયારિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ બસ રોડ ક્રોસ કરીને રોંગ સાઈડમાં ધસી ગઈ હતી અને સામેથી આવી રહેલી કાર સાથે જોરદાર અથડામણ થઈ હતી. અકસ્મતમાં કાર, બસ અને ટ્રેલર વચ્ચે આવી જતાં કારમાં સવાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર આ અકસ્માતમાં કારમાં પાછળ બેઠેલા દિનેશભાઈ પરમાર (બનેવી) અને મુકેશભાઈ પરમાર (સાળો)ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન બંનેના મૃત્યુ નીપજતાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
મળતી માહિતી
પ્રમાણે અકસ્માતની
જાણ થતાં
જ 108 એમ્બ્યુલન્સ
સેવા તથા
સ્થાનિક પોલીસ
તાત્કાલિક ઘટનાસ્થળે
પહોંચી હતી.
અકસ્માતમાં અન્ય
સાત લોકો
ગંભીર રીતે
ઈજાગ્રસ્ત થયા
હોવાનું સામે
આવ્યું છે.
ઈજાગ્રસ્તમાં અતુલભાઈ
દિનેશભાઈ (ઉં.32),
રોહનભાઈ વિજયભાઈ
(ઉં.17, રહે.
જામનગર), સિંધવ
જયરાજ (ઉં.22,
રહે. માલિયા),
દશરથભાઈ (ઉં.32),
સમીરભાઈ મનસુખભાઈ
(ઉં.32), પરમાર
સંજયભાઈ (ઉં.38,
રહે. માલપુર)
અને હાર્દિકભાઈ
પરમાર (ઉં.36)નો
સમાવેશ થાય
છે. તમામ
ઈજાગ્રસ્તને તાત્કાલિક
લીંબડી સરકારી
હોસ્પિટલમાં સારવાર
અર્થે ખસેડવામાં
આવ્યા હતા.
અકસ્માતમાં બસ
અને અન્ય
વાહનો વચ્ચે
અથડામણ થતાં
હાઈવે પર
બંને બાજુ
વાહનોની લાંબી
કતારો લાગી
ગઈ હતી
અને ભારે
ટ્રાફિકજામ સર્જાયો
હતો. સ્થાનિક
પોલીસ દ્વારા
ભારે જહેમત
બાદ ટ્રાફિકને
પુનઃવ્યવસ્થિત કરવામાં
આવ્યો હતો.
આ મામલે
પોલીસે અકસ્માતે
મૃત્યુનો ગુનો
નોંધી વધુ
તપાસ હાથ
ધરી છે.
ખાનગી બસનું
ટાયર ફાટવાના
કારણે સર્જાયેલા
આ ગોઝારા
અકસ્માતની સમગ્ર
ઘટનાને લઈને
પોલીસ દ્વારા
તપાસ કરવામાં
આવી રહી
છે.