• શનિવાર, 11 એપ્રિલ, 2026

જેતલસરના જૂની સાંકડીમાં આશા વર્કર પર પાડોશીઓનો હુમલો

મહિલાને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા

જેતલસર,તા.10: જેતલસર પંથકના જૂની સાંકળી ગામે નજીવી બાબતે પાડોશીઓએ એક આશા વર્કર મહિલા પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. ગામમાં રહેતા 39 વર્ષીય આશા વર્કર કિરણબેન ખુશાલભાઈ સિંગલે તેમના ઘર પાસે લાકડાનો ઢગલો કરનાર પાડોશી કંચનબેન પરમારને લાકડા હટાવવાનું કહેતા મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા કંચનબેને ગાળો ભાંડી હતી અને ત્યાર બાદ અન્ય આરોપીઓ મહેન્દ્ર પરમાર અને ખુશીએ ત્યાં આવી કિરણબેનને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલામાં મહિલાને કોણીના ભાગે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના અંગે કિરણબેને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કંચનબેન છગનભાઈ પરમાર, મહેન્દ્ર શામજીભાઈ પરમાર અને ખુશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, હુમલાખોરોએ જતી વખતે ’આજે તો તું બચી ગઈ છે, હવે પછી તને જાનથી મારી નાખીશું’ તેવી ધમકી પણ આપી હતી. બૂમાબૂમ થતા આસપાસના લોકો એકઠા થઈ જવાથી મહિલાનો બચાવ થયો હતો. પોલીસે આ મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક