• મંગળવાર, 20 જાન્યુઆરી, 2026

સોમનાથમાંથી દોઢ કિલો ચરસના જથ્થા સાથે પરપ્રાંતીય શખસને જઘઋ એ ઝડપી પાડયો....

પરપ્રાંતીય શખસ દિલ્હીથી ચરસ લઈ આવી અત્રે વેચાણ કરવા જતા ઝડપાઈ ગયો

સોમનાથ, તા.19: સોમનાથમાં ત્રિવેણી પાસેના માર્ગે એક વ્યક્તિ ચરસ વેચવા આવી રહ્યો હોવાની  બાતમી એસઓજીની ટીમને મળતા સ્ટાફ વોચમાં હતો. દરમિયાન ત્યાંથી પસાર થતો ઉત્તરપ્રદેશના મેરઠનો રહીશ માનાસિંહ ઉર્ફે રાજુ સમરાસિંહ સૈની (ઉં.વ. 53)ને રોકાવી તલાસી લેતા તેની પાસેથી આશરે 1.5 કિલો ચરસનો જથ્થો મળી આવેલો જેની બજાર કિંમત રૂ.3,75,000 જેવી થતી હતી. પોલીસે ચરસનો જથ્થો જપ્ત કરીને આરોપી વિરુદ્ધ ગઉઙજ અધિનિયમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

આ અંગે એસઓજી પીઆઈ કાગડાના જણાવ્યા મુજબ ચરસ સાથે પકડાયેલ પરપ્રાંતીય શખસ માનાસિંહ ઉર્ફે રાજુ સમરાસિંહ સૈની ત્રણેક વર્ષથી ચરસનું વેંચાણ કરી રહેલ છે. મોટા ભાગે તે હરિદ્વાર, જૂનાગઢ જેવા ધાર્મીક સ્થળોએ સમયાંતરે ચરસ વેચવા આવતો હોઈ છે. સોમનાથમાં પહેલીવાર આવેલ ત્યારે જ પકડાય ગયો હતો. આ શખસ અગાઉ યુપી પોલીસના હાથે પણ પકડાય ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે. સોમનાથમાં વેચાણ કરવા માટે લાવવામાં આવેલો ચરસનો જથ્થો દિલ્હીથી લઈ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક