વૈષ્ણોદેવી બ્રિજ પાસે ગંભીર
અકસ્માત : ઓવરસ્પીડ કારણભૂત, ફોર્ચ્યુનર કારનું
પડીકું વળી ગયું
અમદાવાદતા, 18: અમદાવાદમાં વૈષ્ણોદેવી બ્રિજ પાસે ગંભીર અકસ્માત
થયો હતો. હિંમતનગરથી રાજકોટ જતી એસ.ટી.બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત થતા 2 મોત
થયા હતા. જેમાં 1 મહિલા અને 1 પુરુષનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. ઓવર સ્પીડથી બસ
અને ફોર્ચ્યુનર કાર બ્રિજ ચડતા સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
વૈષ્ણોદેવી સર્કલ પર વહેલી સવારે 8 વાગે એસટી બસ
ફોર્ચ્યુનર કાર અને મારુતિ બ્રેજા વચ્ચે ટ્રીપલ અકસ્માત થયો છે. એસટી બસ હિંમતનગરથી
રાજકોટ જતા વૈષ્ણોદેવી સર્કલ જવા બ્રિજના છેડેથી પસાર થતી હતી. ત્યારે ફોર્ચ્યુનર કાર
ચાલકે અમદાવાદથી ગાંધીનગર જતા વૈષ્ણોદેવી બ્રિજ ઉતરતા છેડે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવ્યો
હતો. ઓવર સ્પીડ ફોર્ચ્યુનર કારનો અકસ્માતમાં ફુરચો થયો છે. અકસ્માત થતાની સાથે જ વહેલી
સવારે બ્રિજના બંને છેડે ટ્રાફિક જામ સર્જાયો હતો.
ફોર્ચ્યુનર કાર ચાલકનું ઘટના
સ્થળ મોત નીપજ્યું છે તથા પ્રાથમિક માહિતી મુજબ મૃતક કાર ચાલક ગાંધીનગરના વકીલ આર.બી.
વાઘેલાનો પુત્ર ધવલ છે.
ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ આવી ટ્રાફિક હળવો કરવા કવાયત
હાથ ધરી હતી. ઓવર સ્પીડથી ફોર્ચ્યુનર કારે એસટીની સાથે બ્રેજા કારને પણ અડફેટે લીધી
છે. આ અકસ્માતમાં અન્ય લોકો અફસાના બાનુ, સમેરભાઈ ખલીફા, રસૂલભાઈ આઝમને ઇજાઓ પહોંચી
છે. જ્યારે એસટી ડ્રાઈવરની સુઝબુઝથી બસ પલટી ખાતા બચી હતી અને પેસેન્જરોનો બચાવ થયો
હતો.
ફોર્ચ્યુનર
કારની ટક્કરથી બસની દિશા બદલાઈ હતી તથા બ્રિજ નીચેથી ડીવાઈડર તોડી ઉપર ચડી ગઈ હતી.
વીજપોલ ધરાસાયી થયો અને ટ્રાફિક પોલીસે ફોર્ચ્યુનર કારને ક્રેનની મદદથી હટાવી હતી.
કારમાં સવાર અન્ય એક યુવતીની સ્થિતિ અતિ નાજુક છે. જેમાં તેને સોલા સિવિલમાં સારવાર
માટે ખસેડાઈ છે. અકસ્માતના સીસી ટીવી સામે આવ્યા છે. પોલીસે સીસી ટીવી ચેક કરી વધુ
તપાસ હાથ ધરી છે.