• મંગળવાર, 20 જાન્યુઆરી, 2026

ચિલીના જંગલોમાં પ્રચંડ આગ : કટોકટીની ઘોષણા

19 લોકોના મૃત્યુ થયા: 50 હજારથી વધારે લોકો વિસ્થાપીત

નવી દિલ્હી, તા. 19 : દક્ષિણ અમેરિકી દેશ ચિલીમાં જંગલની આગે તબાહી મચાવી છે. જેના કારણે દેશમાં કટોકટીની ઘોષણા કરી દેવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જંગલમાં લાગેલી આગ અનિયંત્રીત થઈ છે અને દક્ષિણ ચિલીમાં સમુદાયોને તબાહ કર્યા છે. જંગલની આગ ફેલાઈને નજીકના વિસ્તારોને રાખમમાં બદલી રહી છે અને અત્યાર સુધીમાં 19 લોકોના મૃત્યુ થયા છે.

ચિલીની રાજધાની સેંટિયાગોથી લગભગ 500 કિલોમીટર દક્ષિણમાં નુબલ અને બાયોબિલો ક્ષેત્રોમાં ભારે હવા અને ગરમ હવામાનના કારણે બે દિવસથી લાગેલી આગમાં 50,000થી વધારે લોકો વિસ્થાપિત થયા છે. આગના વાયરલ થઈ રહેલા વીડિયોમાં સળગેલા ઘર, વાહનો અને પિકઅપ ટ્રક જોવા મળી રહ્યા છે. પૂરું શહેર ખાલી જોવા મળે છે.

ઇ-પેપરના નવા શુલ્ક