યુવકની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં
શખસ સામે ફરિયાદ
જૂનાગઢ, તા.18 : જૂનાગઢના એક
યુવાનને ખોટું બહાનું બતાવી બાઇકમાં બેસાડી, અપહરણ કરી છરીથી મારી નાખવાની ધમકી આપી
નશાકારક વસ્તુ સુંઘાડી બેભાન કરી દોરડા વડે બાંધી ઢોર માર મારી ગુપ્તાંગમાં ગરમ વસ્તુ
વડે ડામ દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની વિગત પ્રમાણે કામદાર
સોસાયટીમાં રહેતા હરેશ કરશન પરમાર (ઉં.45)ને વાણંદ સોસાયટીમાં રહેતા સાગર મનુભાઈ ચૌહાણ
નામનો શખસ ઘરે આવી ખોટું બહાનું બતાવી પોતાની બાઇકમાં બેસાડી અપહરણ કરી, છરી વડે જાનથી
મારી નાખવાની ધમકી આપી, બાદમાં નશાકારક વસ્તુ સુંઘાડી બેભાન કરી અવાવરું જગ્યાએ લઈ
ગયો હતો. ત્યાં ઢોર માર મારી ગુપ્તાંગમાં ગરમ વસ્તુ વડે ડામ દીધા હતા અને છોડી દીધો
હતો.
આ યુવાન
ભાનમાં આવતાં ઘરે પહોંચી પોતાની સાથે બનેલી ઘટનાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તેમજ આ વિસ્તારના હર્ષાબેન અશ્વિન પરમારે અગાઉ સાગર
મનુભાઈ ચૌહાણ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે બાબતનાં મનદુ:ખમાં રાત્રીના ઘરે
લોખંડના પાઇપ સાથે પહોંચી સ્કૂટરમાં તોડફોડ કરી રૂા.10 હજારનું નુકસાન કર્યાની ફરિયાદ
નોંધાવી હતી.