જામનગર, તા.18: જામનગર જિલ્લાના
ધ્રોલમાં આવેલા તુલજા ભવાની જ્વેલર્સ નામના સોના ચાંદીના શોરૂમમાંથી ત્રણ દિવસ પહેલાં
કોઈ તસ્કરોએ પાછળની દીવાલમાં બાકોરું પાડી સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી લઈ ગયા હતા.
આ અંગેની ફરિયાદ નોંધાતા જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઊંડાણપૂર્વકની તપાસ કરીને
ધ્રોલ-જોડિયા રોડ પરથી ચોરાઉ મુદ્દામાલ સાથે બાઇક પર ભાગી રહેલા હિંમતભાઇ પાંગળાભાઇ
મહેડા, શૈલેષભાઇ નવલસીંગ મહેડા અને ટીનુભાઈ પાંગળાભાઈ મહેડાની અટકાયત કરી તેની પાસેથી
રૂપિયા 26.96 લાખની કિંમતના સોના ચાંદીના ચોરાઉ ઘરેણા અને બે બાઈક વગેરે કબજે કરી લીધા
હતા.
આરોપીઓની ગુનો કરવાની થિયેરી
: આરોપીઓએ ધ્રોલ ટાઉનમાં આવેલી ‘તુલજાભવાની જ્વેલર્સ’ની દુકાનમાં રાત્રીના ચોરી કરવાના
ઇરાદે દુકાનની પાછળની દીવાલમાં લોખંડ સાધનો વડે બાકોરું પાડી દુકાનમાં પ્રવેશ કરી ચોરીને
અંજામ આપી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.
લોખંડના ધારદાર સળિયા વડે જૂનવાણી
દુકાનની પાછલી દીવાલમાં સૌપ્રથમ એક ઈંટ ને તોડી નાખી હતી. ત્યારબાદ અંદર હાથ નાખી એક
પછી એક ઈંટ કાઢીને અવાજ ન થાય તે રીતે બાકોરું પાડી દીધું હતું અને અંદર ઘૂસી શકાય
તેટલી જગ્યા બનાવીને એક પછી તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને તમામ ઘરેણાની ચોરી કરી ભાગી
છૂટયા હતા.