• મંગળવાર, 20 જાન્યુઆરી, 2026

કિવિઝ સામેની શ્રેણી હાર છતાં ટીમ ઇન્ડિયા વન ડે ક્રમાંકમાં ટોચ પર યથાવત્

દુબઇ, તા.19: ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં 1-2ની આંચકારૂપ હાર સહન કરનાર ટીમ ઇન્ડિયા માટે રાહતજનક સમાચાર એ છે કે આઇસીસીના નવા વન ડે ટીમ ક્રમાંકમાં તેનું ટોચનું સ્થાન જળવાઇ રહ્યું છે. જો કે ભારતીય ટીમના રેટિંગ પોઇન્ટ 121માંથી ધટીને 119 થઇ ગયા છે.

શ્રેણીના બે મેચ હારવાથી ભારતના બે રેટિંગ પોઇન્ટ ઓછા થયા છે. બીજી તરફ ભારત ભૂમિ પર પહેલીવાર વન ડે શ્રેણી જીતનાર ન્યુઝીલેન્ડ ટીમ બીજા સ્થાને જ છે, પણ તેને રેટિંગમાં ફાયદો થયો છે. ન્યુઝીલેન્ડના રેટિંગ પોઇન્ટ 113માંથી વધીને 114 થયા છે. બે મેચ જીતવા છતાં ફાયદો માત્ર 1 અંકનો થયો છે. પહેલા નંબરની ભારત અને બીજા નંબરની ન્યુઝીલેન્ડ ટીમ વચ્ચે હવે પ રેટિંગ પોઇન્ટનો તફાવત રહ્યો છે. ભારતીય ટીમ હવે લગભગ પ મહિના પછી વન ડે ફોર્મેટમાં ઉતરશે. જુલાઇમાં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયા 3 મેચની વન ડે સિરીઝ રમશે.

ટી-20 ઇન્ટરનેશનલ ક્રમાંકમાં ટીમ ઇન્ડિયા હાલ નંબર વન પર સ્થિર છે. જો કે ટીમ ઇન્ડિયાનો હવેનો ટાર્ગેટ ફરી વર્લ્ડ ચેમ્પિયન બનાવાનો છે.

ઇ-પેપરના નવા શુલ્ક