જામનગર,
તા.26: જામનગરમાં એમ.પી.શાહ ઉધોગનગરમાં જગદિશ એન્જિ.વર્કસ નામનું કારખાનું ઘરાવતા ભાસ્કર
ભરતભાઈ વાડોદરિયાના કારખાનામાં બાતમીને આધારે એનસીબીના અધિકારીઓએ રેડ કરતાં 10 કિલો
320 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. આ અન્વયે એન.સી.બી.ની ટીમે તપાસ કરતાં આ ગુનાનું
પગેરૂ મુંબઈથી મળી આવ્યું હતું અને તપાસ દરમ્યાન આ ગુન્હામાં સંડોવાયેલા કુલ આઠ આરોપીની
અટક કરવામાં આવી હતી.
આ ગુનાના
મુખ્ય આરોપી તથા મુંબઈના કુખ્યાત ડ્રગ ડીલર મોહમદ ઈકરમઅલી ખત્રીએ પોતે કોઈ ગુનો કર્યો
ન હોય, રેઈડ સમયે પોતે હાજર ન હોય, વગેરે કારણો દર્શાવી જામનગરની સ્પેશિયલ અદાલતમાં
જામીન પર છુટવા માટે અરજી કરી હતી. આરોપીની જામીન અરજીનો વિરોધ કરતાં સરકાર તરફે એ.પી.પી.
ધર્મેન્દ્ર એ.જીવરાજાનીએ આરોપી આ ગુનાનો મુખ્ય તહોમતદાર છે, ડ્રગ મેન્યુફેકચર પાસેથી
પોતે માલ ખરીદ કરી અને અન્ય આરોપીને વેચાણ અર્થે આપેલો છે. આરોપીને માત્ર લાંબા સમયમાં
જેલમાં હોય તેવા કારણસર જામીન પર મુક્ત કરી શકાય નહી. વગેરે દલીલ કરી હતી. જેને ધ્યાને
લઈ સ્પેશિયલ જજ આર.વી.માંડણીએ ડ્રગ ડીલરની જામીન અરજી ના મંજૂર કરી હતી.