• રવિવાર, 13 ઑક્ટોબર, 2024

જામનગરમાં બેન્કના હપ્તા નહીં ભરી શકતા યુવાનનો આપઘાત

ભાદર પાટીયે આવેલી હોટલમાં વેઇટરને વીજશોક લાગતા મૃત્યુ

જામનગર, તા.18: જામનગરમાં રોઝી પેટ્રોલ પંપ સામેના શાંતિ હાર્મનીમાં રહેતા રાજેશભાઈ મોતીરામ ખન્ના (ઉં.46)એ પોતાનાં ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તેઓ બેન્કના હપ્તાની રકમ સમયસર ભરપાઈ નહીં કરી શકતા હોવાથી બેન્કમાંથી ઉઘરાણી માટેની નોટીસ મળી હતી પરંતુ પૈસાની સગવડ નહીં હોવાથી તેઓએ આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે.

બીજો બનાવ મૂળ નેપાળનો વતની અને હાલ જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટિયા પાસે આવેલી દ્વારકાધીશ હોટલમાં રહીને વેઇટર તરીકે કામ કરતો અનિલ ઉર્ફે સુનિલ હુમબહાદુર થાપા નામનો ર0 વર્ષનો નેપાળી યુવાન રસોડામાં સાફ-સફાઈના કામ દરમિયાન તેને ઇલેક્ટ્રિક ઓવનમાંથી એકાએક વીજ આંચકો લાગતા તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મીનબહાદુર થાપાએ પોલીસને જાણ કરતા જોડિયા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ

ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક