સુરત,તા.12: સુરતમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થોની હેરાફેરી કરતા ઈસમો ઝડપાવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના ભેસ્તાન અને પુણા વિસ્તારમાંથી પોલીસે બાતમી આધારે બે આરોપીઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ
કિસ્સામાં ભેસ્તાન પોલીસ મથકની ટીમને બાતમી મળી હતી કે ભેસ્તાન વિસ્તારમાં આવેલા સિધ્ધાર્થનગર
ગલી નં.08,નિલકંઠ વાલ્મીકી બેહેરા નામના યુવકે ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો વેચાણ માટે સંતાડી રાખેલો છે. જે બાતમી હકીકત આધારે
બાતમી વાળી જગ્યાએ પોલીસે દરોડો પાડી આરોપી નિલકંઠ બાલ્મીક બેહેરા(ઉ. 48)ને વગર પાસ
પરમીટનો 177 ગ્રામ ગાંજાનો જથ્થો કિં.રૂ.8,850 સહિત રોકડા રૂ.1650 તથા એક મોબાઈલ ફોન
મળી કુલ. રૂ. 11,500ની મત્તાના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
છે.
જ્યારે
બીજા કિસ્સામાં પુણા પોલીસની ટીમને બાતમી મળી હતી કે ઉમરવાડા વિસ્તારમાં આવેલા આશાનગર
પાસે મસ્જીદની સામે સંજય નગર ઝુપડપટ્ટી ગલી નં.13 ના મકાન નં.279 માં વિષ્ણુ ઉર્ફે
સુર્યો મધુકર જાધવ (ઉ.28) નામનો ઇસમ ગાંજો રાખી વેચાણ કરે છે. જે બાતમી હકીકત આધારે
પોલીસની ટીમે બાતમીવાળી જગ્યા પર દરોડો પાડી આરોપી વિષ્ણુ ઉર્ફે સુર્યાને માદક 0.2
30 કિ.ગ્રા ગાંજાનો જથ્થો કિં.રૂ.11,500 સહિત ભારતીય ચલણી નોટ રૂ.100 મળી કુલ રૂ.
11,600 ની મત્તાનો મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.