મુબારક બાગમાં જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા
જૂનાગઢ,
તા.12 : ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામે રહેતા એક પાટીદાર યુવાનને સુરતની ટોળકીએ નાટકીય
લગ્ન કરાવી રૂપિયા સાડા ત્રણ લાખ પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની
વિગત પ્રમાણે ખંભાળિયા ગામે રહેતા વિજય મનસુખ કોરાટ (ઉં. 31)ને સુરતની મોનિકા મૂળે
સાથે લગ્ન ગોઠવી દેવા કમલાબેન મુડે, સુરજ મૂડે અને મહેશ પાટીદારે ષડયંત્ર રચી 3.20
લાખ રોકડા તથા સોનાનો પેડલ સેટ મળી કુલ 3,52, 500 પડાવી લીધા. યુવતી પિયરમાં આંટો દેવાનું
બહાનું કરી પરત નહીં આવી આ ટોળકીએ લગ્ન સંબંધો પૂરા ન કરાવી તેમજ રોકડ અને દાગીના પરત
ન આપતા વિજય કોરાટ એ ભેસાણ પોલીસમાં મોનિકા મૂડે, કમળાબેન મૂડે, સૂરજ મૂડે અને મહેશ
પાટીદાર સામે ભેસાણ પોલીસમાં વિશ્વાસઘાત અને છેતરાપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ
હાથ ધરી છે.
જુગાર
દરોડો: જૂનાગઢના મુબારક બાગમાં જાહેરમાં ઘોડીપાસાના જુગાર ઉપર પોલીસે દરોડો પાડી
11,220 રોકડ સાથે નૂરમહંમદ અબલા મકરાણી, રમણીક વલ્લભ સોલંકી, શિવા હીરા મકવાણા સહિત
છ શખસને ઝડપી લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.