જામ ખંભાળિયા, તા.13 : જામ ખંભાળિયાના આરોપી રજાક ઉર્ફે ટકો મામદભાઈ નાગલા, રહે.મોડપર ગામ, મફતીયા પ્લોટ વિસ્તાર, તા.ભાણવડ, જી.દેવભૂમિ દ્વારકાવાળાએ ફરિયાદીના આખા પરિવારને તાંત્રીક વિધિના નામે વિશ્વાસમાં લઈ ભોગ બનનાર તથા તેના પરીવાર સાથે બદઈરાદે સતત સંપર્કમાં રહી ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી રજાક ઉર્ફે ટકો મામદભાઈ નાગલાએ લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઈરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ તેની સાથે શરીર સબંધ બાંધી અગાઉ પણ શરીર સબંધ બાંધી બળાત્કાર કરી ગુનો કરેલ હોય જે કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા ખંભાળીયાની નામદાર એડી. સેસન્સ કોર્ટના જજ મેહ. એસ.જી.મનસુરી સમક્ષ થયેલી ફરિયાદી, ભોગબનનાર, મેડિકલ ઓફિસર અને તપાસ કરનાર અધિકારી અને અન્ય મહત્ત્વના સાહેદોની જુબાની તથા નામદાર કોર્ટ રૂબરુ પ્રોસીક્યુશન તરફે રજુ થયેલી સમગ્ર પુરાવા અન્વયે મુખ્ય જિલ્લા સરકારી વકીલ લાખાભાઇ આર, ચાવડાની વિવિધ મુદ્દાઓ પરની ધારદાર દલીલ માન્ય રાખી આરોપી રજાક ઉર્ફે ટકો મામદભાઈ નાગલાનાઓને તકસીરવાન ઠેરાવી 3 વર્ષની સખત કેદની સજા અને રૂ.2500નો દંડ અને દંડ નો ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા તથા 10 વર્ષની સખત કેદની સજા અને રૂ.5000 દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા તથા ભોગબનનારના સામાજીક, આર્થિક અને માનસીક પુનવર્સન માટે રૂ.50,000નું વળતર ચુકવાનો હુકમ કરેલો છે.