• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

અમદાવાદથી ડુંગળીની આડમાં લઈ જવાતો 400 કિલો ગાંજો ઝડપાયો, 2ની ધરપકડ

અમદાવાદ,તા.13  : શહેરના નારોલ વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરતાં આશરે 400 કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો છે. ડુંગળીના જથ્થાની આડમાં કરોડો રૂપિયાનો ગાંજો લાવવામાં આવતો હતો. આ મામલે મહારાષ્ટ્રના બે આરોપીની ધરપકડ કરાઈ છે.  પ્રાપ્ત માહિતી મુજબ આરોપીઓએ ગાંજાને ડુંગળીના થેલાઓની નીચે છુપાવીને વાહનમાં રાખ્યો હતો જેથી ચાકિંગ દરમિયાન કોઈને શંકાના જાય. પરંતુ ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે નારોલ વિસ્તારમાં વાહન રોકી તપાસ કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો.આ જથ્થો અમદાવાદમાં કયા વ્યક્તિ કે ગેંગને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ગાંજાનો જથ્થો મહિન્દ્રા પીકઅપ વાહનમાં લાવવામાં આવ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

વિશ્વ કપનો પહેલો ઉલટફેર : ઓસ્ટ્રેલિયા સામે ઝિમ્બાબ્વેનો યાદગાર વિજય 2007 T-20 વર્લ્ડ કપ પછી ફરી એકવાર કાંગારૂ ટીમને હારનો સ્વાદ ચખાડતું ઝિમ્બાબ્વે February 14, Sat, 2026