નાણામંત્રી કનુભાઈ દેસાઈ 18મી ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારનું બજેટ રજૂ કરશે
હૃષિકેશ વ્યાસ
અમદાવાદ,
તા.13 : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16મી, ફેબ્રુઆરીના સોમવારથી 25મી માર્ચના બુધવાર-2026
સુધી ચાલશે. આ 38 દિવસીય બજેટ સત્રમાં 18મી, ફેબ્રુઆરીના બુધવારે નાણામંત્રી કનુભાઈ
દેસાઈ સૌ પ્રથમ વર્ષ 2025-26નું પૂરક બજેટ અને ત્યારબાદ વર્ષ 2026-27નું ગુજરાત સરકારનું
વાર્ષિક બજેટ રજૂ કરશે.
ગત
વર્ષે તા.20મી ફેબ્રઆરી-2025ના રોજ નાણામંત્રીએ કુલ 3,70,250 કરોડના કુલ કદ દર્શાવતું
બજેટ રજૂ કર્યું હતું જ્યારે આ વખતે નાણામંત્રી
ગુજરાત સરકારનું વર્ષ 2026-27 માટે અંદાજિત કુલ 4.15 લાખ કરોડનું કુલ કદ દર્શાવતું
વાર્ષિક બજેટ રજૂ કરે તેવી શક્યતા છે. મહત્ત્વનું છે કે, બજેટના આંકડા અને છેલ્લા કેટલાક
વર્ષોના ટ્રેન્ડના આધારે જોઇએ તો, ગુજરાતમાં દર વર્ષે લગભગ સરેરાશ 10થી 15 ટકાની આસપાસ
વધારો થતો રહે છે. આ સાથે વિકસિત ગુજરાત ।઼2047 હેઠળ ગત વર્ષે જાહેર કરાયેલા રૂ.
50,000 કરોડના વિકસીત ગુજરાત ફંડ હેઠળ આ વર્ષે વધુ ફાળવણી કરાશે.
ગુજરાત
સરકારના બજેટમાં આ વર્ષે સૌથી વધારે મહત્વ શહેરી વિકાસ વિભાગને અપાય તેમ લાગે છે. કેમકે,
વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કર્યુ હોવાથી 2026-27માં મેટ્રો પ્રોજેક્ટ્સ અને સ્માર્ટ સિટીઝ માટે ફાળવણી
ચાલુ રહેશે. શહેરી વિકાસ વિભાગમાં સંભવિત નવી યોજનાઓમાં સ્માર્ટ ટ્રાફિક ક્લીયરન્સ
મિશન અન્વયે મોટા શહેરોમાં અઈં-આધારિત ટ્રાફિક
મેનેજમેન્ટ અને સીમલેસ મુસાફરી માટે ફ્લાયઓવર ગ્રીડનું નિર્માણ કરાશે.
આ ઉપરાંત
સેટેલાઇટ ટાઉનશિપ ડેવલપમેન્ટ અન્વયે અમદાવાદ, સુરત અને રાજકોટની આસપાસ નવા શહેરો વિકસાવવા
માટે પાયાની સુવિધાની જાહેરાત કરાશે. કચરામાંથી ઊર્જા ઉત્પન્ન કરવાના પ્લાન્ટ્સ માટે
નગરપાલિકાઓને વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવશે. દરેક મહાનગર પાલિકા વિસ્તારમાં ઓક્સિજન
પાર્ક અને મિયાવાંકી પદ્ધતિથી જંગલો વિકસાવવા માટે ફંડ ફાળવાશે.
આ ઉપરાંત
કેન્દ્ર સરકારના તાજેતરના બજેટમાં જાહેર કરાયેલી નવી યોજનાઓને ગુજરાતમાં વિસ્તારવા
માટે પણ રાજ્ય સરકારના આ બજેટમાં મસમોટી જાહેરાતો કરાશે. બજેટમાં શહેરી વિભાગ માટે
38,000 કરોડ સુધીની ફાળવણી થઇ શકે છે. નવી મોડેલ સિટી યોજના હેઠળ નવી જાહેર થયેલી મ્યુનિ.
કોર્પોરેશનોના આધુનિકીકરણ માટે વિશેષ પેકેજ જાહેર થઇ શકે છે.
સરકારની
સંભવિત આવક
આવકનો
પ્રકાર મુખ્ય સ્ત્રોત 2026-27 સંભવિત અંદાજ (કરોડમાં)
રાજ્યના
પોતાના વેરા ઋજઝ, વેટ, સ્ટેમ્પ ડ્યુટી,
વીજળી વેરો 1,95,000-2,05,000
બિન-વેરા
આવક ખનીજ રોયલ્ટી, વ્યાજની આવક, સેવા ફી 25,000-28,000
કેન્દ્રીય
વેરામાં હિસ્સો 16મા નાણાં પંચની ભલામણો
મુજબ 57,000
કેન્દ્ર
તરફથી ગ્રાન્ટ સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમો માટે 35,000
દેવું-લોન માર્કેટ લોન અને અન્ય સંસ્થાઓ પાસેથી 90,000-95,000
સરકારના
સંભવિત ખર્ચનું માળખું
મહેસૂલી
ખચ પગાર, પેન્શન, વ્યાજ ચુકવણી અને સબસિડી આશરે 2,65,000 કરોડ
મૂડી
ખર્ચ નવા પુલો, રસ્તાઓ, ડેમ અને હોસ્પિટલોનું
નિર્માણ આશરે 1,50,000 કરોડ
કુલ
સંભવિત ખર્ચ આશરે 4,15,000 કરોડ