-નબળા ઉત્પાદન વચ્ચે સીઝનની શરૂઆતથી જોરદાર આવકઃ ભાવ સારા મળતા ખેડૂતોની ધૂમ વેચવાલી
રાજકોટ,
તા.27(ફૂલછાબ ન્યૂઝ)ઃ ચાલુ વર્ષે અલનીનોની અસરથી અપૂરતો વરસાદ પડતા
રાજ્યમાં ખરીફ પાકને ભારે નુકસાન થયું છે. સરકાર દ્વારા ચાર જિલ્લાને દષ્કાળગ્રસ્ત
જાહેર કરવામાં આવ્યા છે. મગફળીના ઉત્પાદન અંગે પણ મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. ઉત્પાદન
ઓછું થવાના અંદાજો લગાવવામાં આવી રહ્યા છે. આ સંજોગ વચ્ચે સીઝનની શરૂઆતથી જ માર્કેટ
યાર્ડમાં ચિક્કાર આવક થઈ રહી છે. મંગળવારે ગુજરાતભરમાં 4.70 લાખ ગુણીની રેકોર્ડબ્રેક આવથી યાર્ડ ઉભરાયા હતા.
મગફળીના ભાવ ઉંચા મળતા
હોવાથી ખેડૂતોની ધૂમ વેચવાલી જોતા ઉત્પાદન ઓછું હશે તો પાછળથી આવકને ફટકો પડશે અને
જો ઉત્પાદન વધુ હશે તો આવક હજુ વધે તેમ માનવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં
છેલ્લા એક પખવાડિયાથી મગફળીની જોરદાર આવક નોંધાઈ રહી છે. મંગળવારે સીઝનની રેકોર્ડબ્રેક
4.70 લાખ ગુણીની આવક થતા યાર્ડ મગફળીની છલકાયા હતા. ઉતર ગુજરાતમાં
2.40 લાખ ગુણીનો પૂરવઠો ઠલવાયો હતો. જેમાં પાથાવાડામાં સૌથી વધુ
75 હજાર ગુણીની આવક હતી. ડિસામાં 54 હજાર ગુણી સામે ભાવ રૂ. 1300-1962, પાલનપુરમાં 52300 ગુણી સામે રૂ. 1400-1966, હિંમતનગરમાં 26500 ગુણી સામે રૂ. 1790-2126નો ભાવ હતો.
સૌરાષ્ટ્રમાં કુલ 2.30 લાખ ગુણીની આવક હતી. જેમાં રાજકોટમાં 45 હજાર ગુણીની આવક સામે રૂ. 1245-1825માં વેપાર હતા. ગોંડલમાં 35500 ગુણી સામે ભાવ રૂ. 951-1851 હતો. મહુવામાં 24 હજાર ગુણીની આવક હતી. યાર્ડોમાં મગફળીનો સરેરાશ ભાવ રૂ. 51300-1850 ચાલી રહ્યો છે. 9 નંબર અને 66 નંબરની મગફળીના રૂ. 2300-2500 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે.
સીંગદાણાની ખપત સારી
હોવાથી પીલાણમિલોને તેલ માટે કાચો માલ પૂરતા પ્રમાણમાં મળી રહ્યો નથી. સ્ટોકવાળાની
ખરીદીથી ભાવ નીચા આવી રહ્યા નથી. બીજી તરફ ઉંચા ભાવને લીધે મિલોને પડતર લાગતી ન હોવાનો
પણ પ્રશ્ર છે. મગફળીના પાક અંગે સોલવન્ટ એકસટ્રેકટર્સ એસોસીએશ દ્વારા 33.30 લાખ ટનનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જે ગયા વર્ષની તુલનાએ
20 ટકાથી વધુની ઘટ બતાવે છે જ્યારે ઈન્ડિયન પીનટ બ્રોકર્સ એસોસીએશન
દ્વારા 28-30 લાખ ટન અને આઈઓપીઈપીસી
દ્વારા 32 લાખ ટનનો અંદાજ મૂકવામાં
આવ્યો છે.