ગાંધીનગર તા.26 : ગાંધીનગરમાં તા.30ના રોજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા.30 અને તા.31 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે તેમના પ્રવાસ દરમિયાન આ રેલી યોજાશે જેમાં યુવા સંગઠનોના 50 હજારથી વધુ યુવાનો તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ જોડાય તેવી શક્યતાં છે. આ રેલીને વડાપ્રધાન મોદી સંબોધિત કરશે.
આ કાર્યક્રમના આયોજનને લઈને ગાંધીનગરમાં
ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત રાજ્યના ધારાસભ્યો સાથે બેઠક યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ
જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં
30 ઓક્ટોબરે ગાંધીનગર ખાતે વિશાળ રેલી યોજવાનો નિર્ણય લેવામાં આવશે.