• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

ભાવનગરમાં પ્રથમવાર ભારતીય વાયુસેનાનો ભવ્ય એર-શો સૂર્યકિરણ યોજાશે

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ એર-શો અંગેની તૈયારીઓ માટે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી  

ભાવનગર, તા.26 : ભાવનગરમાં પ્રથમવાર ભારતીય વાયુસેનાના પ્રખ્યાત સૂર્યકિરણ એર-શોનું આયોજન તા. 1ને રવિવારના રોજ સવારે 9 વાગ્યે થવા જઈ રહ્યું છે ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા દ્વારા એર- શો અંગેની તૈયારીઓ માટે અધિકારીઓ, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજી હતી.

આ તકે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે આ આયોજનથી ભાવનગરના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાવાની સાથે નગરજનોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ આકાશમાં પોતાના અદ્ભુત હવાઈ કરતબો અને શિસ્તબદ્ધ ઉડાન માટે જાણીતી છે. ટીમના વિમાનો દ્વારા આકાશમાં વિવિધ રચનાઓ અને રોમાંચક પ્રસ્તુતિઓ કરવામાં આવશે, જે બાળકો, યુવાઓ અને વડીલો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ભાવનગરમાં ભવ્ય એર-શોના આયોજનથી ભારતીય વાયુસેનાની ક્ષમતા, સાહસ, શિસ્ત અને રાષ્ટ્રસેવાની ભાવનાને નજીકથી જાણવાની તક મળશે ત્યારે મંત્રીએ વિવિધ લાઈન ડિપાર્ટમેન્ટની આ અંગે કરેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીએ એર-શોના આયોજન અને તૈયારીઓ અંગે માહિતી આપી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક