પરેડ સમયે જ હાર્ટ એટેક આવ્યો ઃ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરાશે
તળાજા,તા.11
ઃ તળાજા તાલુકાના નેશિયા ગામના ક્ષત્રિય યુવાન અને ભારતીય સૈન્યમાં છેલ્લા 13 વર્ષથી
ફરજ બજાવતા મનદીપાસિંહ બોઘુભા ગોહિલ જમ્મુ ખાતે પરેડ દરમિયાન હાર્ટએટેક આવવાથી શહીદ
થયા છે. માત્ર 19 વર્ષની નાની વયે આર્મીમાં જોડાયેલા 32 વર્ષના મનદીપાસિંહ કેમ્પમાં
અન્ય સૈનિકો સાથે રાબેતા મુજબની પરેડની કાર્યવાહીમાં જોડાયા હતા. તે દરમિયાન તેમને
અચાનક હાર્ટએટેક આવતા આ ગોઝારી ઘટના ઘટી હતી.
તેમની
શહીદીના સમાચાર મળતા જ સમગ્ર પંથકમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે. દિલ્હીથી પાર્થિવ દેહ
હવાઈ માર્ગે અમદાવાદ અને ત્યારબાદ વહેલી સવારે ભાવનગર લાવવામાં આવશે. જામનગરથી આવેલી
આર્મીની ખાસ ટીમની આગેવાની હેઠળ રાજપરાથી અંતિમયાત્રાનો પ્રારંભ થશે. જે દિહોર અને
ભદ્રાવળ થઈને નેશિયા પહોંચશે. જ્યાં સંપૂર્ણ ગાર્ડ ઓફ ઓનર સાથે તેમના પાર્થિવ દેહને
પંચમહાભૂતમાં વિલીન કરવામાં
આવશે.
શહીદ
મનદીપાસિંહને સંતાનમાં 6 વર્ષનો એક પુત્ર છે. આ અતિ દુઃખદ પ્રસંગે પરિવારજનો ઉપરાંત
સામાજિક, રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શહીદ વીરને
શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.