• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

ભારત સામે વન - ડે શ્રેણી માટે ન્યૂઝીલેન્ડની બે સ્ક્વોડ જાહેર

ફિન એલન અને લોકી ફર્ગ્યુસનની વાપસી, સિનિયર ખેલાડીઓને અંતિમ બે વન-ડેમાંથી મુક્તિ

 ઓકલેન્ડ, તા.11 ઃ ભારતીય ટીમના આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંતર્ગત રમાનારી 5 મેચોની વન-ડે શ્રેણી માટે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરી દીધી છે. શ્રેણીનો પ્રારંભ 4 નવેમ્બરે ઓકલેન્ડના ઐતિહાસિક ઈડન પાર્ક ખાતે થશે. ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને કિવી પસંદગીકારોએ અનોખો વ્યૂહાત્મક નિર્ણય લેતાં પ્રથમ ત્રણ અને અંતિમ બે વન-ડે માટે અલગ-અલગ સ્ક્વોડ પસંદ કરી છે. તમામ મેચમાં ટીમની ધુરા અનુભવી સ્પિન ઓલરાઉન્ડર મિચેલ સેન્ટનરના હાથમાં રહેશે.

ટેસ્ટ શ્રેણીના મુખ્ય ખેલાડીઓ ટેસ્ટ ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે હેતુથી પસંદગીકારોએ અંતિમ બે વન-ડેની ટીમમાં સાત મોટા ફેરફારો કર્યા છે. આ રોટેશન પોલિસી હેઠળ ડેવોન કોનવે, ટોમ લાથમ, ડેરીલ મિચેલ, મેટ હેનરી અને કાયલ જેમીસન જેવા સિનિયર ખેલાડીઓને અંતિમ બે વન-ડેમાંથી મુક્તિ આપી ટેસ્ટની તૈયારીઓ માટે મોકલવામાં આવશે.

શ્રેણીની છેલ્લી બે વન-ડે માટે ઓપનર ફિન એલન અને એક્સપ્રેસ પેસર લોકી ફર્ગ્યુસનને ટીમમાં પરત બોલાવવામાં આવ્યા છે. બીજી તરફ ખભાની ઈજાના કારણે ટી20 શ્રેણી ગુમાવનાર સ્ટાર ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર પ્રથમ ત્રણ વન-ડે રમશે. રવીન્દ્ર ન્યૂઝીલેન્ડની ટેસ્ટ લાઇન-અપનો મુખ્ય આધારસ્તંભ હોવાથી તેને આખરી બે મેચમાં આરામ આપવામાં આવ્યો છે. મીડલ ઓર્ડર બેટ્સમેન માર્ક ચેપમેનને બન્ને સ્ક્વોડમાં સ્થાન આપ્યું છે.

ન્યૂઝીલેન્ડ સ્ક્વોડ

પ્રથમ ત્રણ વન-ડે માટે ઃ

મિચેલ સેન્ટનર (કેપ્ટન), માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, મેટ હેનરી, કાયલ જેમીસન, ટોમ લાથમ (િવકેટકીપર), ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, નાથન સ્મિથ, વિલ યંગ, બ્લેર ટિકનર.

 અંતિમ બે વન-ડે માટેઃ

મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ક્રિસ્ટિયન ક્લાર્ક, જેકબ ડફી, મેટ ફિશર, લોકી ફર્ગ્યુસન, મિચ હે (િવકેટકીપર), નિક કેલી, ટીમ સિફર્ટ (િવકેટકીપર), બ્લેર ટિકનર,

વિલ યંગ.

ઇ-પેપરના નવા શુલ્ક