• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

રિયાદ એરપોર્ટે હૂથી હુમલા ઃ 12નાં મૃત્યુ

હુમલામાં 300થી વધારે ઈજાગ્રસ્ત ઃ ટ્રમ્પે બદલાની ચેતવણી આપી

રિયાદ, તા. 11 ઃ સાઉદી અરબના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટે કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા 12 લોકોના મૃત્યુ થયા હતા અને 309થી વધારે લોકોને ઈજા પહોંચી હતી. મૃતકોમાં સાઉદી અરબ, બંગલાદેશ, પેલેસ્ટાઈન, ઈજીપ્ત, જોર્ડન, સુદાન સહિતના દેશના નાગરિક સામેલ છે. આ હુમલો હુથીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને બાદમાં કહ્યું હતું કે બદલો પુરો થયો છે.

સાઉદી અધિકારીઓ અનુસાર ગુરૂવારે થયેલા બે હુમલા બાદ ફરી એક વખત હુથીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અગાઉ છ અને સાતમી ઓક્ટોબરના હુમલામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો. સાઉદી તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ઈજાગ્રસ્તને તાકીદે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે અને સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ વિચાર કરી રહ્યા છે કે શું વિદ્રોહીઓ સામે સાઉદી અરબના હુમલામાં સામેલ થવું જોઈએ ? તેમણે કહ્યું હતું કે આ મામલે વિચાર કરવામાં આવશે.

દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રિયાધમાં થયેલા હુમલા બાદ હુતીઓ સામે સાઉદી અરેબિયાની બદલો લેવાની કાર્યવાહીમાં જોડાવાનો સંકેત આપ્યો હતો. મીડિયા સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું, ‘અમે જોડાઈ શકીએ છીએ. અમે તેના પર વિચાર કરી રહ્યા છીએ. અમને તાજેતરના હુમલાની જાણ કરવામાં આવી છે, તેથી અમે ટૂંક સમયમાં નિર્ણય લઈશું. અમે ખૂબ જ ઝડપથી કાર્યવાહી કરીશું.’

ઇ-પેપરના નવા શુલ્ક