ધ્રુવ રાઠી અને સીજેપી નેતાઓનો ગંભીર આરોપ ઃ સૌરવ દાસે પોતાનો ફોન પોલીસે હેક કરી લીધાની આશંકા દેખાડી
નવીદિલ્હી,તા.11ઃ જંતર-મંતર ખાને કોકરોચ જનતા પાર્ટી(સીજેપી)નાં આંદોલનમાં સામેલ થવા માટે આવેલા યુ-ટÎુબર ધ્રુવ રાઠીએ પોતાની અટકાયતની કાર્યવાહી સામે આજે ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે, તે કોઈ કાનૂની ધરપકડની કાર્યવાહી નહોતી બલ્કે અપહરણ હતું. બીજીબાજુ આજે હિરાસતમાંથી બહાર આવીને સીજેપીનાં નેતા સૌરવ દાસે પણ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ મૂકતાં કહ્યું હતું કે, તેમની પાસેથી ફોન ઝૂંટવી લેવામાં આવ્યા હતાં અને તેનું હેકિંગ કરવામાં આવ્યું હોવાની પૂરી આશંકા છે.
ધ્રુવ
રાઠીને
શનિવારે
તેનાં
ઘરેથી
અટકાયત
કરવામાં
આવી
હોવાનાં
અહેવાલ
હતાં
અને
રાત્રે
તેને
છોડી
મૂકવામાં
આવ્યો
હતો.
ધ્રુવે
આજે
એક
વીડિયો
જારી
કરીને
પોતાનો
ભારતીય
પાસપોર્ટ
દેખાડીને
કહ્યું
હતું
કે,
સૌથી
પહેલા
તો
પોતે
સંપૂર્ણપણે
ભારતીય
નાગરિક
હોવાનું
અને
અન્યોની
જેમ
જ
પોતાને
પણ
તમામ
અધિકાર
હોવાનું
પોતાનાં
આલોચકોને
કહ્યું
હતું.
આગળ
તેણે
10મીએ
સવારે
બનેલી
ઘટના
વર્ણવતા
કહ્યું
હતું
કે,
હું
ત્યારે
મારા
બેડરૂમમાં
સૂતો
હતો
અને
મારી
મમ્મીએ
દરવાજો
ખોલ્યો
ત્યારે
સાદા
કપડામાં
બહાર
ઘૂમતાં
20-2પ
લોકો
ઘરમાં
ઘૂસી
ગયા
હતાં.
ધક્કા-મુક્કી કરીને ઘરમાં ધસી આવીને ચોતરફ ફેલાઈ ગયા હતાં અને પછી મને ઢસડીને ઉઠાવી જવામાં આવ્યો હતો. મને ચંપલ પણ પહેરવા દેવાયા નહોતાં. મારું અપહરણ કરીને મને એકથી બીજી પોલીસ ચોકીએ ફેરવવામાં આવતો રહ્યો હતો. મારો ફોન આંચકી લેવાયો હતો અને વકીલને પણ સંપર્ક કરવાની ના પાડી દેવામાં આવી હતી. આ ઉપરાંત તેણે સોનમ વાંગચુકનો પણ આભાર માન્યો હતો. જેણે તમામ આંદોલનકારીઓની મુક્તિ માટે ભૂખ હડતાલનું એલાન કર્યુ હતું. ધ્રુવ રાઠીએ અંતે કહ્યું હતું કે, હજી પણ મારા ઘર આસપાસ 1પ જેટલા લોકો સાદા કપડાંમાં ફરે છે અને મારા ઉપર નજર રાખી રહ્યાં છે. મને નજરકેદ કરાયો હોય તેવી હાલત છે. ઉત્તર કોરિયા જેવી સ્થિતિ ભારતમાં ઉભી કરી દેવાઈ છે. તેણે આગળ નરેન્દ્ર મોદીને પડકારતાં કહ્યું હતું કે, એટલા પણ ડરાવશો નહીં કે ડર જ ખતમ થઈ જાય.
બીજીબાજુ
સીજેપીનાં
નેતાઓએ
પણ
કોર્ટમાંથી
છૂટકારો
મળ્યા
બાદ
પત્રકાર
પરિષદ
યોજી
હતી
અને
સૌરવ
દાસે
જણાવ્યું
હતું
કે,
તેણે
આર.કે.પુરમમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે અભિજીત અને આશુતોષને અન્યત્ર રાખવામાં આવ્યા હતાં. તેણે સીજેપીનાં કાર્યકરો અને પ્રદર્શનકારીઓ સામે થયેલી બર્બરતાના મામલે માનવ અધિકાર પંચને પણ ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે, શું તે સૂઈ ગયું છે? સૌરવે પણ પોતાની અટકાયતની કાર્યવાહીને અપહરણ ગણાવી હતી અને કહ્યું હતું કે, તેનાં ફોન ઝૂંટવી લેવામાં આવ્Îા હતાં અને તેને હેક કરી લેવાયા હોવાની સંભાવના છે. તેણે કહ્યું હતું કે, આ સરકાર જ્ઞાનેશ કુમારને એટલે છાવરી રહી છે કેમ કે તે મોદી-શાહ અને સરકાર માટે કામ કરે છે.
ઉલ્લેખનીય
છે
કે,
પોલીસ
કસ્ટડીમાંથી છૂટીને અભિજીત દીપકે આજે સીધા પોતાનાં ગામ મહારાષ્ટ્રનાં હિંગોલી જતાં રહ્યાં હતાં કારણ કે શનિવારે જ તેમનાં દાદીનું અવસાન થયું હતું. સૌરવે જણાવ્યું હતું કે, અભિજીતને જ્યારે શનિવારે તેનાં દાદીનાં મૃત્યુનાં સમાચાર આપવામાં આવ્યા ત્યારે પણ પોલીસ ત્યાં માઈક અને કેમેરા લઈને ઉભી હતી.