વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરતા પક્ષે લીધેલા કડક પગલાં
માણાવદર,
તા.22 : બાંટવા શહેર પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ મોહન લાલવાણીને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ
સમિતિ અમિત પટેલે એક પત્ર લખી કોંગ્રેસના પૂર્વ પ્રમુખને શિસ્ત ભંગ બદલ 6 વર્ષ માટે
સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરતા ખળભળાટ મચી જવા
પામ્યો
છે.
બાંટવા
શહેર પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ મોહન લાલવાણીને કોંગ્રેસ સમિતિએ પત્ર લખી જણાવ્યું
કે, કોંગ્રેસના જવાબદાર નેતા થઈને કોંગ્રેસ પક્ષને વફાદાર રહેવાને બદલે 17/9/26ના પીએમ
મોદીના જન્મદિવસ નિમિત્તે કોંગ્રેસ નેતાએ તેની દુકાને ભાજપના કાર્યકરો સાથે ઉજવણી કરીને
શિસ્ત ભંગ કરવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
અમિત પટેલ દ્વારા જણાવાયું છે.