• ગુરુવાર, 21 મે, 2026

ખેડૂતોના હિતમાં નિર્ણય; સનેડો કૃષિ સાધનની સહાયમાં ધરખમ વધારો કરાયો

સનેડા માટે રૂ.25,000ની સહાય વધારીને હવે        રૂ. 60,000 કરાઈ : અનુ. જાતિ, અનુ. જનજાતિ, નાના, સીમાંત તેમજ મહિલા ખેડૂતો માટે સહાય 75,000 કરાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.19 : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય કરીને કિસાન પરિવહન યોજના હેઠળ સનેડો તરીકે ઓળખાતા રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલ બાર કૃષિ સાધનની ખરીદી માટે ખેડૂતોને આપવામાં આવતી સહાયમાં ધરખમ વધારો કર્યો છે.

આ સંદર્ભે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં નાના અને મધ્યમ ખેડૂતો દ્વારા ખેતીના વિવિધ મલ્ટીપર્પઝ કામો માટે સનેડો નામના ત્રિ-ચક્રી કૃષિ વાહનોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતો અને વિવિધ સ્તરેથી મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપીને રાજ્ય સરકારે સનેડાની ખરીદી માટે મળતી રૂ. 25,000ની સહાયમાં વધારો કર્યો છે. હવે રાજ્યના સામાન્ય વર્ગના ખેડૂતોને સનેડાની ખરીદી માટે કુલ ખર્ચના 40 ટકા અથવા મહત્તમ રૂ. 60,000ની સહાય મળશે. જ્યારે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાન્ય વર્ગના નાના અને સીમાંત ખેડૂતો તથા મહિલા ખેડૂતોને સનેડાની ખરીદી પર કુલ ખર્ચના 50 ટકા અથવા મહત્તમ રૂ. 75,000ની સહાય મળશે.

ખેડૂતો આ સહાય સાત વર્ષમાં માત્ર એકવાર મેળવી શકશે. ખરીદેલું સાધન ભારત સરકારની સંસ્થા દ્વારા ટેસ્ટેડ અને શ-ઊંવયમાિં પોર્ટલ પર નોંધાયેલું હોવું ફરજિયાત છે. આ વાહનનો ઉપયોગ માત્ર કૃષિ પેદાશોના પરિવહન માટે જ કરવાનો રહેશે. વાહન ખરીદ્યા બાદ આગામી 2 વર્ષ સુધી તેનું વેચાણ કરી શકાશે નહીં, તેમજ તેમાં પેસેન્જર પરિવહન માટે કોઈ ફેરફાર કરી શકાશે નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક