• મંગળવાર, 19 મે, 2026

લાહોરમાં મુસ્લિમ મહોલ્લાનાં નામોમાં ફરી હિંદુ છાંટ

સુન્નતનગર બન્યું સંતનગર અને મૌલાના જફર ચોક ફરીથી બન્યો લક્ષ્મી ચોક

લાહોર, તા. 18 : પાકિસ્તાનમાં એક અનોખો મામલો સામે આવ્યો છે. જેમાં હિંદૂ મહોલ્લાને તેની જૂની ઓળખ પરત આપવાની કવાયત ચાલી રહી છે. જેના હેઠળ ઘણા મહોલ્લાનાં નામ બદલીને જૂનાં હિન્દુ નામ આપવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે સુન્નતનગરનું નામ બદલીને સંતનગર, મૌલાના જફર ચોકને લક્ષ્મી ચોક જેવાં નામ પરત મળ્યાં હતાં. આ તમામ કવાયત પાકિસ્તાનના લાહોરમાં કરવામાં આવી રહી છે. આ પહેલ પાછળ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પ્રમુખ મરિયમ નવાઝ છે. રિપોર્ટ અનુસાર મરિયમે માર્ચ મહિનામાં એક બેઠક બોલાવી હતી. આ દરમિયાન લાહોરના ખાસ પ્રોજેક્ટ ઉપર ચર્ચા થઈ હતી. જેનું નામ લાહોર હેરિટેજ એરિયા રિવાઇવલ હતું. આ દરમિયાન નિર્ણય લેવાયો હતો કે લાહોર શહેરનાં નવાં નામને ફરી જૂના હિન્દુ સમયના આધારે રાખવામાં આવે. લાહોરમાં હવે ઈસ્લામપુરા કૃષ્ણનગર થયું છે. આવી જ રીતે સુન્નતનગરને સંતનગર મૌલાના જફર ચોકને લક્ષ્મી ચોક, બાબરી મસ્જિદ ચોકને જૈન મંદિર ચોક, મુસ્તફાબાદને ધર્મપુરા, સર આગા ખાન ચોકને ડેવિસ રોડ, અલ્લામા ઈકબાલ રોડને ફરીથી જેલ રોડ, ફાતિમા જીન્ના રોડને ક્વિન્સ રોડ અને બાગ એ જીન્નાને ફરી લોરેન્સ રોડ નામ અપાયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક