• બુધવાર, 20 મે, 2026

નોર્વેમાં મોદીને સવાલ કરનારા મહિલા પત્રકાર અને વિદેશ સચિવ વચ્ચે શાબ્દિક તડાફડી

હેલે લિંજેની સ્પષ્ટતા પોતે કોઇ જાસૂસ નથી રાહુલ ગાંધીનું મોદી પર તીર

નવી દિલ્હી/ઓસ્લો, તા. 19 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોર્વેના પ્રવાસ દરમ્યાન પત્રકારના સવાલ-જવાબ મુદે્ માહોલ ગરમાયો હતો. વડાપ્રધાને નોર્વેના પીએમ સાથે સંયુક્ત નિવેદન દીધા બાદ એક પત્રકારના પ્રશ્નનો જવાબ ટાળ્યો હતો. ત્યારબાન નોર્વેની પત્રકાર હેલે લિંજે ભારતીય દૂતાવાસની ખાસ પત્રકાર પરિષદમાં ભારતમાં માનવાધિકારના રેકોર્ડ અને વિશ્વસનીયતા અંગે સવાલો ઉઠાવ્યા હતા. ભારતના વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સી.બી. ર્જહેર્જે પત્રકારને મજબૂત જવાબમાં કહ્યું હતું કે, અમે સમાનતામાં અને માવનાધિકારમાં વિશ્વાસ રાખીએ છીએ. ભારતમાં બંધારણે લોકોને અધિકારો આપ્યા છે અને કોઇના અધિકારનું ઉલ્લંઘન થાય તો તેઓ અદાલતમાં જઇ શકે છે. અમે ગૌરવશાળી લોકશાહી છીએ. જો કે, દરમ્યાન જ્યોર્જ અને હેલે વચ્ચહે શાબ્દિક ઘર્ષણ પણ થયું હતું.

દરમ્યાન, ઘટનાક્રમને લઇને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જ્યારે દુનિયા એક કોમ્પ્રોમાઇઝડ પીએમને અમુક સવાલોથી ગભરાઇને ભાગતા નિહાળે છે ત્યારે ભારતની છબી પર અસર પડે છે. છૂપાવવા માટે કંઇ નથી તો ડરવાની કોઇ વાત નથી. ભાજપ નેતા અમિત માલવીએ રાહુલ પર વળતા વારમાં કહ્યું હતું કે, નોર્વેના વડાપ્રધાને પણ સવાલોના જવાબ આપ્યા નહોતા. રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ એક અભદ્ર પત્રકારના અસંગત બકવાસને આટલું મહત્ત્વ આપી રહી છે. તેઓ મજબૂત ભારતને જજોવા માગતા નથી.

ઘણા લોકોએ તેને સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલ કરતાં વિદેશી એજન્ટ - જાસૂસ હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને પગલે આખરે તેણે સ્પષ્ટતા આપવી પડી છે અને તેણે પોતાનાં સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે, તે કોઈ વિદેશી જાસૂસ નથી, માત્ર પોતાનું પત્રકારત્વનું કામ કરી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક