• બુધવાર, 20 મે, 2026

ફરી જોર કા ઝટકા ધીરે સે! પેટ્રોલ-ડીઝલમાં 90 પૈસા વધ્યા

અઠવાડિયામાં બીજીવાર ભાવવધારો  2022ની યાદ તાજી, ત્યારે બે અઠવાડિયા સુધી રોજ મોંઘવારીનો નાનો-નાનો ડોઝ આપવામાં આવેલો

 

નવીદિલ્હી, તા.19 એક અઠવાડિયાના ગાળામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બીજીવાર વધારો થઈ ગયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા બન્ને મુખ્ય ઇંધણના ભાવમાં પ્રતિ લીટર 90 પૈસાનો વધારો કરી નાખ્યો છે. આજના વધારાનાં કારણે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 97.77થી વધીને 98.64 અને ડીઝલનો ભાવ 90.67થી વધીને 91.58 રૂપિયા થઈ ગયો છે.

પશ્ચિમ એશિયાનાં યુદ્ધ સંકટ અને હોર્મુઝ જળમાર્ગ અવરોધાયેલો રહેવાનાં કારણે દુનિયામાં ઊર્જાની કટોકટી સર્જાયેલી છે અને સંજોગોમાં ગત શુક્રવારે પેટ્રોલ અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો.

એપ્રિલ 2022થી ઈંધણના રિટેલ ભાવો લગભગ સ્થિર રહ્યા છે. વચ્ચે માર્ચ 2024માં લોકસભા ચૂંટણી પહેલા ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્Î હતો. ભારતીય ક્રૂડ બાસ્કેટનાં ભાવ ફેબ્રુઆરીમાં 69 ડોલર પ્રતિ બેરલથી વધીને 113-114 ડોલર પ્રતિ બેરલ સુધી વધી ગયા હતાં. જેનાં હિસાબે ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભારે દબાણમાં આવી ગઈ હતી.

જો કે આજના ભાવ વધારાએ 2022ની યાદ તાજી કરાવી દીધી છે. વખતે આશરે બે અઠવાડિયા સુધી રોજેરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં મામૂલી વધારો કરવામાં આવ્યો હતો અને તેના હિસાબે લોકોને ઈંધણનાં ભાવમાં મોટો વધારો થઈ ગયાનો આચકો પ્રમાણમાં ઓછો અનુભવાયો કે ધ્યાને આવ્યો હતો.

તજજ્ઞોના હવાલેથી આવતા અહેવાલો અનુસાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આગળ પણ વધારો જોવા મળશે. વધારો એકસાથે નહીં પરંતુ તબક્કાવાર કરવામાં આવશે. અહેવાલ મુજબ તેલ કંપનીઓ છેલ્લા 75 દિવસમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે આગળ પણ ભાવ વધારતી રહે તેવી સંભાવના છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક