રિયો, તા.19 ઃ ફીફા વર્લ્ડ કપની બ્રાઝિલ ટીમમાં સ્ટાર ફોરવર્ડ ખેલાડી નેમારની વાપસી થઈ છે. 34 વર્ષીય નેમાર લગભગ અઢી વર્ષ પછી બ્રાઝિલની ટીમમાં પરત ફર્યો છે. નેમાર બ્રાઝિલ તરફથી છેલ્લો ઇન્ટરનેશનલ મેચ 2023માં ઉરૂગ્વે સામે રમ્યો હતો. આ પછીથી ઇજાને લીધે તે ટીમ બહાર હતો. ગત જાન્યુઆરીથી અત્યાર સુધીમાં નેમારે 38 મેચમાં 17 ગોલ કર્યા છે. આથી પસંદગીકારોએ તેના પર ભરોસો મૂક્યો છે. નેમારે બ્રાઝિલ તરફથી 128 ઇન્ટરનેશનલ મેચમાં 79 ગોલ કર્યા છે.
ફૂટબોલ વર્લ્ડ કપમાં બ્રાઝિલ ટીમ ગ્રુપ સીમાં મોરક્કો, હૈતી અને સ્કોટલેન્ડ સાથે છે. તેનો પહેલો મેચ મોરક્કો વિરુદ્ધ 13 જૂને
ન્યૂ જર્સી ખાતે છે.