• બુધવાર, 20 મે, 2026

અફઘાનિસ્તાન વિરુદ્ધની ભારતીય ટેસ્ટ અને વન ડે ટીમમાં 4 નવા ચહેરા

માનવ સુથાર, ગુરનૂર બ્રાર, હર્ષ દૂબે અને પ્રિંસ યાદવ પહેલીવાર ટીમ ઇન્ડિયામાં પસંદ બુમરાહને વિશ્રામઃ પંતનાં સ્થાને રાહુલ ઉપકપ્તાન

 

 

ગુવાહાટી, તા.19 અફઘાનિસ્તાન વિરુદ્ધની એક ટેસ્ટ અને ત્રણ વન ડેની ભારતીય ટીમમાં ચાર નવા ચહેરાની તક મળી છે જ્યારે અનુભવી ખેલાડીઓ ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાને રેસ્ટ અપાયો છે. ઉપરાંત કે એલ રાહુલ હવે ઋષભ પંતના સ્થાને ટેસ્ટ ટીમનો ઉપકપ્તાન નિયુક્ત થયો છે જ્યારે વન ડે ટીમમાં શુભમન ગિલના ડેપ્યૂટી તરીકે શ્રેયસ અય્યર રહેશે. ગયા વર્ષે નવેમ્બરમાં ઘરઆંગણે . આફ્રિકા સામેની 0-2ની હાર બાદ ટીમ ઇન્ડિયા પહેલીવાર ટેસ્ટ મેચ રમશે અને તે અફઘાનિસ્તાન સામે ન્યૂ ચંદિગઢ ખાતે 6 જૂનથી રમાશે.

ગુવાહાટીમાં આજે અજીત અગરકરની આગેવાનીમાં બીસીસીઆઇની પસંદગી સમિતિની બેઠક મળી હતી. જેમાં ટેસ્ટ ટીમમાં ડાબા હાથના સ્પિન ઓલરાઉન્ડર માનવ સુથાર અને ઝડપી બોલર ગુરનૂર બ્રારને પહેલીવાર પસંદ કરાયા હતા. સ્પિનર હર્ષ દૂબે પણ પસંદ થયો હતો. સામે બુમરાહ, જાડેજા, આકાશદીપ અને અક્ષર પટેલ બહાર થયા હતા. આઇપીએલમાં પોતાની બોલિંગથી પ્રભાવિત કરનાર ઝડપી બોલર પ્રિંસ યાદવને વન ડે ટીમમાં પહેલીવાર પસંદ કરાયો છે.

ગુરનૂર બ્રાર અને હર્ષ દૂબે પણ  પહેલીવાર વન ડે ટીમમાં સામેલ થયા છે. પાછલી ન્યુઝીલેન્ડ સામેની વન ડે શ્રેણીમાં સામેલ જાડેજા, બડોની, પંત, રાણા અને સિરાજ બહાર થયા છે. ઇશાન કિશન અને હાર્દિક પંડયાની વન ડે ટીમમાં વાપસી થઈ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક