-રૂા. 70 હજાર કરોડની સબમરીન ડીલની તૈયારી
-અમેરિકા
અપાચે હેલિકોપ્ટર
માટે સપોર્ટ
સેવા આપશે
નવી દિલ્હી,
તા. 19 ઃ
ભારત અને
અમેરિકા વચ્ચે
સંરક્ષણ સહયોગ
સતત મજબૂત
થઈ રહ્યો
છે. યુ.એસ.એ.
ભારતને અપાચે
હેલિકોપ્ટર અને
એમ777એ2
અલ્ટ્રા-લાઇટ
હોવિત્ઝર માટે
સપોર્ટ સેવાઓ
અને સંબંધિત
ઉપકરણોના સંભવિત
વેચાણને મંજૂરી
આપી છે.
અમેરિકી વિદેશ
મંત્રાલયના જણાવ્યા
અનુસાર, અપાચે
હેલિકોપ્ટર માટે
સપોર્ટ સેવાઓનો
સોદો આશરે
ડોલરનો 198.2 મિલિયનનો
હોવાનો અંદાજ
છે. એમ777એ2
અલ્ટ્રા-લાઇટ
હોવિત્ઝર માટે
લાંબા ગાળાનો
સપોર્ટ સોદો
આશરે 230 મિલિયન
ડોલરનો હોઈ
શકે છે.
દરમ્યાન, કેન્દ્ર
સરકાર સમુદ્રમાં
ભારતીય નૌકદાળની
તાકાતમાં વધારો
કરવા માટે
સૌથી મોટી
સંરક્ષણ ડીલને
પૈકીની એકને
અંતિમ રૂપ
આપવાની તૈયારી
શરૂ કરી
દીધી છે.
રિપોર્ટ મુજબ,
સરકાર પ્રોજેક્ટ-75
ઇન્ડિયા હેઠળ
6 સબમરીન ખરીદવાની
સમજૂતીને સપ્ટેમ્બરમાં
મંજૂરી આપી
શકે છે.
તેની કુલ
કિંમત લગભગ
70,000 કરોડ રૂપિયા
હશે. આ
મંજૂરી પહેલા
આંતર-મંત્રાલય
જૂથની આ
મહિનાના અંતે
બેઠક યોજાશે,
જેમાં સબમરીન
ખરીદવાની પ્રક્રિયાને
અંતિમ રૂપ
આપે તેવી
સંભાવના છે.
ભારતના આ
પ્રોજેક્ટમાં મુંબઇની
કંપની મઝગાંવ
ડોકયાર્ડ શિપ
બિલ્ડર્સ લિમિટેડના
વ્યૂહાત્મક ભાગીદારી
હશે. કંપની
જર્મનીની થિસેનક્રુપ
મરીન સિસ્ટમ
સાથે મળીને
સબમરીન તૈયાર
કરશે. આ
ઉપરાંત જર્મની
સમજૂતી મુજબ
ભારતને સબમરીનની
ડિઝાઇન અને
ટેક્નોલોજી પણ
આપશે. ત્યારપછી
આત્મનિર્ભર ભારતમાં
જ તેનું
નિર્માણ કરાશે.
આ સમજૂતી
પર હસ્તાક્ષર
થશે પછી
સાત વર્ષ
બાદ પહેલી
સબમરીન મળશે.
તે પછી
દર વર્ષે
નવી સમબરીન
નૌકાદળને સોંપવામાં
આવશે.
અપાચે હેલિકોપ્ટર
સપોર્ટ ડીલ
માટે બોઇંગ
અને લોકહીડ
માર્ટિન મુખ્ય
કોન્ટ્રાક્ટર હશે.
બ્રિટિશ સંરક્ષણ
કંપની બીએઈ
સિસ્ટમ્સને એમ777
હોવિત્ઝર સપોર્ટ
પ્રોગ્રામ માટે
મુખ્ય કોન્ટ્રાક્ટર
તરીકે નામ
આપવામાં આવ્યું
છે.
અમેરિકાના જણાવ્યા
અનુસાર, ભારતે
એએચ-64ઈ
અપાચે હેલિકોપ્ટર
માટે એન્જિનીયારિંગ,
ટેકનિકલ અને
લોજિસ્ટિક્સ સપોર્ટ
સેવાઓ માગી
હતી. આ
ઉપરાંત, ટેકનિકલ
ડેટા, પ્રકાશનો,
સૈનિકોની તાલીમ
અને અન્ય
પ્રોગ્રામ સપોર્ટ
પણ આ
સોદાનો એક
ભાગ હશે.