મુશફીકુર રહિમ બાંગલાદેશ તરફથી સૌથી વધુ સદી કરનાર બેટર બન્યો
સિલહટ
તા.18: બીજા અને અંતિમ ટેસ્ટમાં પ્રવાસી પાકિસ્તાન ટીમ પર બાંગલાદેશે શિકંજો કસ્યો
છે. બીજા દાવમાં મુશફીકુર રહિમની શાનદાર સદીની મદદથી 390 રન કરી બાંગલાદેશે પાકિસ્તાન
સામે 437 રનનું કઠિન વિજય લક્ષ્યાંક મુકયું છે. ત્રીજા દિવસની રમતના અંતે પાકિસ્તાનના
બીજા દાવમાં બે ઓવરમાં ખાતું ખોલાવ્યું ન હતું અને વિકેટ પણ ગુમાવી ન હતી. હવે પાક.
સામે બાકીના બે દિવસમાં 437 રન કરી બે મેચની શ્રેણી 1-1થી બરાબર કરવાનો પડકાર છે.
બાંગલાદેશ
તરફથી 39 વર્ષીય બેટર મુશફીકુર રહિમે 233 દડામાં 12 ચોક્કા-1 છક્કાથી 137 રનની ઈનિંગ
રમી હતી. આ સાથે જ તે બાંગલાદેશ તરફથી સૌથી વધુ ટેસ્ટ સદી કરનારો ખેલાડી બની ગયો હતો.
રહિમે ટેસ્ટ કેરિયરની 14મી સદી કરી હતી. તે હવે મોમિનૂલ હક (13 સદી)થી આગળ થયો છે.
બાંગલાદેશ તરફથી આ સિવાય મહમદુલ જોયે બાવન, લિટન દાસે 69 રન કર્યાં હતા. પાક. તરફથી
ખુર્રમ શહઝાદે 4 અને સાજિદ અલીએ 3 વિકેટ લીધી હતી.
બાંગલાદેશના
પહેલા દાવમાં 278 સામે પાકિસ્તાનના 232 રન થયા હતા.