• બુધવાર, 29 એપ્રિલ, 2026

ગીર સોમનાથ જિલ્લાના શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ સહિત વિપક્ષ સાફ જેવી સ્થિતિમાં ગીર સોમનાથ ભગવામય : જી.પં., ચાર તા.પં. અને ચારેય પાલિકાઓ ઉપર ભાજપ સત્તારૂઢ

તાલાલા અને કોડિનાર તા.પં.માં ટાઈ,  ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ અને ‘આપ’ પાર્ટીની નોંધપાત્ર હાજરી

વેરાવળ, તા. ર8:  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજરોજ ગીર સોમનાથ જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો હોય તેમ જીલ્લા પંચાયત, ચાર તાલુકા પંચાયતો અને ચારેય નગરપાલિકાઓમાં ભાજપ સત્તારૂઢ બનીને સામે આવી છે. જ્યારે તાલાલા અને કોડિનાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાર્ટીના નોંધપાત્ર પ્રદર્શનથી ટાઈની સ્થિતિ સર્જાઇ છે. જિલ્લાના શહેરી વિસ્તારોમાં વિપક્ષ સાફ જેવી સ્થિતિમાં આવી ગયા છે.

ગીર સોમનાથ જીલ્લા પંચાયતની કુલ 28 બેઠકોમાંથી ભાજપ 22 અને કોંગ્રેસનો 6 બેઠકો પર વિજય થયો છે. જ્યારે છ તાલુકા પંચાયતોનું જોઈએ તો વેરાવળ તા.પં. ની 22 બેઠકોમાંથી ભાજપનો 12 અને કોંગ્રેસનો 10 પર વિજય થયો છે. સુત્રાપાડા તા.પં. ની 18 બેઠકોમાંથી ભાજપ 13, કોંગ્રેસ 4 અને આપ 1 પર વિજય થયો છે. ઉના તા.પં.ની 26 બેઠકોમાંથી ભાજપ 20 અને કોંગ્રેસ 6 પર વિજય થયો છે. ગીરગઢડા તા.પં.ની 20 બેઠકોમાંથી ભાજપ 17, કોંગ્રેસ 2 અને આપ પાર્ટીનો 1 પર વિજય થયો છે. જ્યારે તાલાલા તા.પં.ની 18 બેઠકોમાંથી ભાજપ 9, આપ 7 અને કોંગ્રેસનો 2 પર વિજય થયો છે. કોડીનાર તા.પં. ની 24 બેઠકોમાંથી ભાજપ 11, કોંગ્રેસ 12 અને અપક્ષ 1 પર વિજય થયો છે.  જ્યારે જીલ્લાની પાલિકાઓના પરિણામ જોઈએ તો વેરાવળ સોમનાથ પાલિકાની 44 બેઠકોમાંથી ભાજપ 24, કોંગ્રેસ 20 પર વિજય થયો છે. તાલાલા પાલિકાની 24 બેઠકોમાંથી ભાજપ 20, કોંગ્રેસ 4 પર વિજય થયો છે. સુત્રાપાડા પાલિકાની 24 બેઠકો અને ઉના પાલિકાની 36 બેઠકો ઉપર ભાજપ પાર્ટીએ કલીન સ્વીપ સાથે તમામ બેઠકો જીત મેળવી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક